તમારી રાશિ માટે કેવો રહેશે સૂર્યનો સ્વરાશિ સિંહમાં પ્રવેશ,વાંચો 12 રાશિ માટેનું ફળ

|

Aug 13, 2020 | 1:26 PM

જ્યોતિષ શાસ્ત્રમાં સુર્યને નવગ્રહનો રાજા કહેવામાં આવ્યો છે. સુર્ય એ માનવીનાં જીવનની શક્તિ છે અને સૂર્યપ્રકાશ વગર જગત અંધકારમય થઈ જશે તે જ પ્રકારે જન્મપત્રિકામાં અગર સૂર્ય અશુભ હોય તો જાતકનું જીવન મુસ્કેલીભર્યું બની જાય છે. સૂર્ય આંખોનો પણ કારક છે. 17 ઓગસ્ટથી સૂર્યએ ગોચર પ્રમાણે પોતાની સ્વરાશિ એટલે કે સિંહમાં પ્રવેશ કર્યો છે. સુર્યદેવનાં […]

તમારી રાશિ માટે કેવો રહેશે સૂર્યનો સ્વરાશિ સિંહમાં પ્રવેશ,વાંચો 12 રાશિ માટેનું ફળ
http://tv9gujarati.in/tamari-rashi-maa…shi-maate-nu-fad/

Follow us on

જ્યોતિષ શાસ્ત્રમાં સુર્યને નવગ્રહનો રાજા કહેવામાં આવ્યો છે. સુર્ય એ માનવીનાં જીવનની શક્તિ છે અને સૂર્યપ્રકાશ વગર જગત અંધકારમય થઈ જશે તે જ પ્રકારે જન્મપત્રિકામાં અગર સૂર્ય અશુભ હોય તો જાતકનું જીવન મુસ્કેલીભર્યું બની જાય છે. સૂર્ય આંખોનો પણ કારક છે. 17 ઓગસ્ટથી સૂર્યએ ગોચર પ્રમાણે પોતાની સ્વરાશિ એટલે કે સિંહમાં પ્રવેશ કર્યો છે.
સુર્યદેવનાં આ ગોચર પરિભ્રમણનું તમામ 12 રાશિ પર પ્રભાવ પડશે. આવો જાણીએ કે સૂર્યનો સ્વરાશિ સિંહમાં પ્રવેશ તમારી પોતાની રાશિ માટે કેવો રહેશે.
1. મેષ- આ રાશિનાં જાતકોમે સૂર્યનાં ગોચર પ્રમાણે માનસિક પીડા થઈ શકે છે. રાજ્યનાં અધિકારીઓ સાથે વિવાદનાં પણ ચાન્સ છે. સંતાનને કષ્ટ, ધનહાની તેમજ યાત્રા દરમિયાન દુર્ઘટનાનાં ચાન્સ પણ રહ્યા છે.
2. વૃષભ- આ રાશિનાં જાતકોને સૂર્ય ગોચર પ્રમાણે પારિવારિક વિવાદનાં કારણે કષ્ટ પહોચી શકે છે,ધનહાનિ સાથે માનહાનિ પણ થઈ શકે છે, યાત્રામાં કષ્ટ, જમીન-મિલ્કત સંબંધી મામલામાં નિષ્ફળતા મળી શકે છે તો માનસિક અશાંતિને લઈને પણ કષ્ટ પહોચી શકે છે.
3. મિથુન- આ રાશીવાળાઓ માટે સૂર્યનાં ગોચર અનુસાર મિત્રોથી લાભ થઈ શકે છે, સાથે જ ઘનલાભનાં યોગ છે. રાજય સાથે સંકળાયેલા અધિકારીઓથી પણ અનુકુળતા બનેલી રહેશે. પદમાં ઉન્નતિ, શત્રૂઓ પર વિજય અને તમામ કાર્યમાં સફળતા સહિત, માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
4. કર્ક- આ રાશિવાળા જાતકોને સુર્યનું ગોચર અનુસાર વેપાર અને ઘન-સંપતિમાં નુક્શાનનાં યોગ છે. મિત્રો તેમજ પરિવાર સાથે વિાદની સંભાવના છે. માથુ તેમજ આંખોમાં પીડાને લઈ પરેશાની રહી શકે છે.
5. સિંહ- આ રાશિવાળા જાતકોને સૂર્ય ગોચર પ્રમાણે ધનહાનીનાં યોગ છે. સન્માન તેમજ પ્રતિષ્ઠામાં કમી આવી શકે છે. અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે, માનસિક અશાંતિનાં કારણે દુ:ખ રહેશે તેમજ આંખોમાં દર્દની સમસ્યા આવી શકે છે.
6.કન્યા- આ રાશિવાળા જાતકો માટે સૂર્યનું ગોચરમાં પરિભ્રમણ જોવા જઈએ તો વેપાર તેમજ ધન-સંપતિમાં નુક્શાનનાં યોગ છે. મિત્રો તેમજ પરિવારજનો સાથે વિવાદની સંભાવના છે. આંખો તેમજ માથામાં દુખાવાની સમસ્યા રહેશે. સ્થાન પરિવર્તનનાં યોગ બની રહ્યા છે, કાર્યક્ષેત્રમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. છુપા શત્રુઓથી પણ નુક્શાનનાં યોગ બની રહ્યા છે.
7.તુલા- આ રાશિવાળા જાતકો માટે સૂર્યનું ગોચરમાં પરિભ્રમણ જોવા જઈએ તો તેમને ઘનપ્રાપ્તિનાં યોગ છે, પદોન્નતિનો મોકો મળી શકે છે, માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તેમજ દરેક કાર્યમાં સફળતા મળશે.
8.વૃશ્ચિક- આ રાશિવાળા જાતકો માટે સૂર્યનું ગોચરમાં પરિભ્રમણ  વેપારમાં લાભ લઈને આવશે, કાર્યમાં સફળતા મળશે, ધનલાભ સહિત માન પ્રતિષ્ઠામાં વૃ્ધ્ધિ થશે તેમજ મોટા અધિકારીઓનાં સ્તરથી પણ અનુકૂળતા મેળવી શકવાનાં ચાન્સ છે.
9.ધન- આ રાશિવાળા જાતકો માટે સૂર્યનું ગોચરમાં પરિભ્રમણ પ્રમાણે ધનહાનિની સંભાવના છે. ખોટા આરોપનાં કારણે પ્રતિષ્ઠા પર ઝાંખપ લાગી શકે છે. કાર્યમાં નિષ્ફળતા, રોગોથી મુશ્કેલી તેમજ પારિવારિક વિવાદનાં કારણે વાતાવરણ અશાંત રહી શકે છે.
10. મકર- મકર રાશિવાળા જાતકોને પણ સૂર્યનું આ પરિભ્રમણ વિવાદ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કોર્ટ-કચેરી તેમજ દાવાઓમાં અસફળતાનાં યોગ છે, ધનનો ખોટો ખર્ચો થઈ શકે છે, બીપીની સમસ્યા પજવી શકે છે, તેમજ માન પ્રતિષ્ઠામાં કમી આવી શકે છે
11.કુંભ-આ રાશિવાળા જાતકો માટે સૂર્યનું ગોચરમાં પરિભ્રમણ દામ્પત્ય સુખમાં હાની લાવી શકે છે. કાર્યમાં નિષ્ફળતા મળી શકે છે. ધનહાની અને માનહાની થઈ શકે છે. માથામાં પીડા સાથે શારીરિક કષ્ટની સંભાવના રહેશે.
12. મીન- આ રાશિવાળા જાતકો માટે સૂર્યનું ગોચરમાં પરિભ્રમણ જોવા જઈએ તો કાર્યમાં સફળતા મળશે. શત્રૂઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો, રોગમાંથી મુક્તિ મળશે, રાજ્ય તરફથી લાભ મળવાનાં ચાન્સ, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તેમજ મન પ્રસન્ન રહેશે.
સૂર્યનાં અશુભ પ્રભાવને ઓછો કરવા માટે નીચે પ્રમાણેનાં ઉપાય કરો
1. 250 ગ્રામ ગોળ રવિવારનાં દિવસે વહેતા જળમાં પ્રવાહિત કરે
2. રોજ સૂર્યદેવનો કંકુ મિશ્રિત જળથી અર્ઘ્ય આપવો
3. 11 રવિવાર કોઈ મંદિરમાં 8 બદામ ચઢાવવી
4. રવિવારે સૂર્યાસ્ત પહેલા ભોજન ન કરવું
5.  રવિવારે વગર મીઠાનું ભોજન કરવું
6. રવિવારે સૂર્યનું દાન કરવું જોઈએ (દાન સામગ્રી- લાલ વસ્ત્ર, લાલ ફુલ, ગોળ, મસુરની દાળ, તાંબુ, ઘઉં, કેસર વગેરે)
7. દરરોજ લાલ ગાયને ગોળ તેમજ રોટલી ખવડાવવી

Published On - 1:26 pm, Thu, 13 August 20

Next Article