દેશમાં કોરોના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારો, PM નરેન્દ્ર મોદી આજે મુખ્યપ્રધાનો સાથે કરશે ચર્ચા

|

Mar 17, 2021 | 7:56 AM

દેશમાં કોરોના સંક્રમણ ફરી એકવાર બેકાબૂ બન્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાનો સાથે આજે વર્ચ્યૂઅલ બેઠક કરશે. PM મોદી કોરોનાને નાથવાના ઉપાયો અંગે વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે મંથન કરશે.

દેશમાં કોરોના સંક્રમણ ફરી એકવાર બેકાબૂ બન્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાનો સાથે આજે વર્ચ્યૂઅલ બેઠક કરશે. PM મોદી કોરોનાને નાથવાના ઉપાયો અંગે વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે મંથન કરશે. કોરોનાને ફરી કાબૂમાં લેવાના નવા ઉપાયો પર ચર્ચા કરશે.

આ ઉપરાંત પીએમ મોદી કોરોના રસીકરણ કાર્યક્રમ વિવિધ રાજ્યોમાં વધુ વેગવાન બનાવવા પણ મુખ્યપ્રધાનોને નિર્દેષ આપી શકે છે. આ ઉપરાંત રાત્રી કર્ફ્યૂ, કોરોના નિયમોની કડક અમલવારી કે કેટલાક વિસ્તારમાં લૉકડાઉન અંગે પણ ચર્ચા થઈ શકે છે. દેશમાં હાલ મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, દિલ્લી, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક અને હરિયાણામાં કોરોના કેસે ફરી ચિંતા વધારી છે.

Next Video