શાહીનબાગમાં પ્રદર્શનોની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી

|

Feb 10, 2020 | 3:19 AM

શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શનોની વિરૂદ્ધ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. શાહીનબાગમાં લગભગ 2 મહિનાથી CAAના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આ પહેલા 7 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે દિલ્હી વિધાનસભાને પ્રભાવિત ના કરવાની વાત કહેતા સુનાવણીને સોમવાર સુધી ટાળી દીધી હતી. દિલ્હીમાં શનિવારે વિધાનસભા ચૂંટણી 2020 માટે મતદાન હતું. જેનું પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે. […]

શાહીનબાગમાં પ્રદર્શનોની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી

Follow us on

શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શનોની વિરૂદ્ધ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. શાહીનબાગમાં લગભગ 2 મહિનાથી CAAના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આ પહેલા 7 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે દિલ્હી વિધાનસભાને પ્રભાવિત ના કરવાની વાત કહેતા સુનાવણીને સોમવાર સુધી ટાળી દીધી હતી. દિલ્હીમાં શનિવારે વિધાનસભા ચૂંટણી 2020 માટે મતદાન હતું. જેનું પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શું કહ્યું હતું સુપ્રીમ કોર્ટે

જસ્ટિસ એસ.કે.કૌલ અને જસ્ટિસ કે.એમ.જોસેફની ખંડપીઠે કહ્યું કે અમે સમજીએ છીએ કે ત્યાં સમસ્યા છે અને અમે જોઈએ છીએ કે તેનો ઉકેલ કેવી રીતે લાવવો. અમે સોમવારે તેની પર સુનાવણી કરીશું. જ્યાં અરજીકર્તાઓમાંથી એક હાજર વકીલે કહ્યું કે દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીને મતદાન થવાનું છે તો ખંડપીઠે કહ્યું કે અમે એટલે કહીએ છીએ કે સોમવારે આવો. આપણે તેને પ્રભાવિત કેમ કરવું જોઈએ? ખંડપીઠે અરજદારોને કહ્યું કે તે સોમવારે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર થઈને આવે કે આ મામલાને દિલ્હી હાઈકોર્ટમાં પાછો કેમ ન મોકલવો જોઈએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

2 અરજી પર આજે સુનાવણી

તમને જણાવી દઈએ કે વકીલ અમિત સાહનીએ કાલિંદી કુંજ-શાહીન બાગ માર્ગ પર આંદોલન શરૂ કરવા માટે હાઈકોર્ટ તરફ ગયા હતા. તેમને કોર્ટને દિલ્હી પોલીસને રસ્તા ખોલવા માટે આદેશ આપવાની અપીલ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટમાં આજે આ મુદ્દે સુનાવણી થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તે સિવાય દિલ્હીના પૂર્વ ધારાસભ્ય નંદ કિશોર ગર્ગે પણ તેમના વકીલ શશાંક દેવ સુધી દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અલગ અરજી દાખલ કરી છે. તેમાં તેમને શાહીનબાગથી પ્રદર્શનકારીઓને હટાવી રસ્તાઓ ખોલવાનો અનુરોધ કર્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article