સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા નિયુક્ત કરાયેલી ટેકનિકલ સમિટી (technical Committee) એ રવિવારે જાહેર નોટિસ જાહેર કરીને નાગરિકોને કહ્યું કે જો તેઓને શંકા છે કે તેમના મોબાઈલ ફોનમાં (Mobile Phone) પેગાસસ માલવેર (Pegasus Malware) દ્વારા જાસુસી કરવામાં આવી છે. જો તેમ હોય, તો તેઓએ આગળ આવવું જોઈએ અને સમિતિનો સંપર્ક કરવો જોઈએ. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે સાથે એ કારણો પણ જણાવા પડશે કે તમે શા માટે માનો છો કે તમારા ઉપકરણનો પેગાસસ માલવેર દ્વારા ભંગ કરવામાં આવ્યો છે અને શું તમે તકનીકી સમિતિને તમારા ઉપકરણની તપાસ કરવાની મંજૂરી આપવાની સ્થિતિમાં છો.
રવિવારે અગ્રણી અખબારોમાં જાહેર કરવામાં આવેલી જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જેમને શંકા છે કે તેમના ઉપકરણો હેક થયા છે તેઓએ 7 જાન્યુઆરી, 2022 પહેલા તકનીકી સમિતિને એક ઇમેઇલ મોકલવો જોઈએ. નોટિસ જણાવે છે કે જો સમિતિને લાગશે કે તમારા કારણને લઈને આગળ વધુ તપાસની જરૂર છે, તો સમિતિ તમને તમારા ઉપકરણનું પરીક્ષણ કરવાની મંજૂરી આપવા અનુરોધ કરશે.
સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે, સમિતીએ અનુરોધ કર્યો છે કે ભારતના કોઈપણ નાગરિક જેને એનએસઓ ગ્રુપ ઈઝરાયેલના પેગાસસ સોફ્ટવેરના વિશેષ ઉપયોગને કારણે પોતાના મોબાઈલ ફોનમાં જાસુસી થયાની શંકા હોય તો તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણુક પામેલી ટેકનીકલ સમીતીનો સંપર્ક કરવો જોઈએ.
તપાસ પૂર્ણ થયા બાદ જ મોબાઈલ ફોન પરત કરવામાં આવશે.
નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે સાથે એ કારણો પણ જણાવા પડશે કે તમે શા માટે માનો છો કે તમારા ઉપકરણનો પેગાસસ માલવેર દ્વારા ભંગ કરવામાં આવ્યો છે અને શું તમે તકનીકી સમિતિને તમારા ઉપકરણની તપાસ કરવાની મંજૂરી આપવાની સ્થિતિમાં છો. સમિતી ઉપકરણ પ્રાપ્ત કરવાની એક રસીદ આપશે. અને વપરાશકર્તાને તેમના રેકોર્ડ માટે ડિજિટલ ચિત્ર આપશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મોબાઈલ ફોન કલેક્શનનું સ્થળ નવી દિલ્હીમાં હશે અને તપાસ પૂર્ણ થયા બાદ તેને પરત કરવામાં આવશે.
ગયા વર્ષે, ઇઝરાયેલના સ્પાયવેર પેગાસસનો ઉપયોગ ભારતમાં કથિત રીતે જાસૂસી માટે કરવાને લઈને વિવાદ ઊભો થયો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે નિષ્ણાતોની સમિતિ તપાસ કરશે કે, શું સરકારે વિપક્ષી નેતાઓ, કાર્યકરો, ઉદ્યોગપતિઓ, ન્યાયાધીશો અને પત્રકારોની જાસૂસી કરવા માટે લશ્કરી-ગ્રેડના ખાનગી ઇઝરાયેલ પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કર્યો છે કે કેમ.
આ પણ વાંચો : Kerala Corona Update: કેરળમાં સતત વધતો કોરોનાનો ખતરો, ઓમિક્રોનના 45 નવા કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 152 થઈ
Published On - 11:54 pm, Sun, 2 January 22