કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણેય કૃષિ વિધેયક સામે Supreme Court એ લગાવી રોક, ચાર સભ્યોની રચી કમિટી

|

Jan 12, 2021 | 2:47 PM

કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ બીલ (agriculture bills) સામે રોક લગાવતો આદેશ સુપ્રિમ કોર્ટે ( Supreme Court ) આપ્યો છે. ચાર સભ્યોની એક કમિટીની પણ રચના કરી છે. કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બીલ રદ કરવાની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે.

કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ બીલ (agriculture bills) સામે રોક લગાવતો આદેશ સુપ્રિમ કોર્ટે ( Supreme Court ) આપ્યો છે. કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બીલ રદ કરવાની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. સુપ્રિમ કોર્ટે ગઈકાલે પણ સરકારને કેટલીક સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે પક્ષકારો દ્વારા રજૂ કરાયેલા વિવિધ અગ્રણીઓના નામને વિચારણામાં લઈને એક કમિટી રચી છે. જેમાં ચાર સભ્યોનો સમાવેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટે રચેલી સમિતીમાં, અશોક ગુલાટી, પ્રમોદ જોશી, અનિલ ઘનવંત અને હરસિમરત માનનો સમાવેશ કર્યો છે.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ એ બોબડે, જસ્ટીસ એ એસ બોપન્ના, વી રામા સુબ્રમણ્યમની ખંડપીઠે મંગળવારે તમામ પક્ષકારોની રજૂઆતો સાંભળ્યા બાદ, વધુ કોઈ આદેશ ના આપવામાં આવે ત્યા સુધી મોદી સરકારે પસાર કરેલા ત્રણેય કૃષિ કાયદાઓ સામે રોક લગાવી દીધી છે.

સુપ્રિમ કોર્ટ એવો પણ નિર્દેશ કર્યો છે કે, સુપ્રિમ કોર્ટ દ્વારા નિમવામાં આવનારી સમિતી ખેડૂતોની શંકા અને ફરિયાદો બાબતે વિચાર કરશે.  વિરોધ કરી રહેલા ખેડૂતોને સહયોગ આપવા પણ કહ્યું છે. અને કહ્યુ છે કે, કોઈ તાકાત સમિતીની રચના કરવામાં અને ગતિરોધ દૂર કરવામાં  અવરોધ નહી લાવી શકે.

 

 

 

 

Published On - 1:56 pm, Tue, 12 January 21

Next Video