
દેશમાં કાર્ડ વગર પૈસા કાઢવાની સુવિધા આપનારી સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા દેશની પહેલી બૅંક છે. YONO ડિજીટલ બૅંકિંગ પ્લેટફોર્મ છે જે 85 ઈ-કૉમર્સ કંપનીઓને આ સેવા આપે છે. SBIએ નવેમ્બર 2017માં આ App લોન્ચ કરી હતી. ફેબ્રુઆરી 2019 સુધી Yono Appને 1.8 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે. તેના 70 લાખ યુઝર્સ છે. Yono Appને એન્ડ્રોઈડ અને Ios ફોનમાં ડાઉનલોડ કરી શકાય છે.
1. તેના માટે ગ્રાહકને Yono App પર કેશ કાઢવા માટેનો વિકલ્પ મળશે.
2.APPમાં કેશ ટ્રાન્જેકશન માટે 6 આંકડાનો પિન સેટ કરવો પડશે.
3.આ ટ્રાન્જેકશન માટે તેમને તમારા મોબાઈલ પર SMS દ્વારા 6 આંકડાનો રેફરન્સ નંબર પણ મળશે.
4.ત્યારબાદ તમે નજીકના ATMમાં જઈને 30 મિનિટની અંદર પૈસા કાઢી શકો છો.
5.ત્યાં તમારે 6 આંકડાનો પિન અને 6 આંકડાનો રેફરન્સ નંબર નાખવો પડશે. તે નાખતા જ ATM મશીનમાંથી પૈસા તમારા હાથમાં આવી જશે.
6.આ નવી વ્યવસ્થાથી તમારા કાર્ડથી થતાં ફ્રોડનું જોખમ પુરૂ થઈ જશે.
7.આ સેવા આપનારા ATMનું નામ Yono કેશ પોઈન્ટ હશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 1:59 pm, Fri, 15 March 19