પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ (Congress) ફરી સક્રિય થવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ મોંઘવારી અને તેલ અને ગેસના ભાવ વધારા સામે સતત અવાજ ઉઠાવી રહી છે, જ્યારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી પણ સક્રિય થઈ ગયા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) બુધવારે લોકસભામાં સરકારને કોવિડ-19ના કારણે લાંબા સમયથી બંધ કરાયેલી શાળાઓ ખોલ્યા બાદ મધ્યાહન ભોજનની વ્યવસ્થા ફરી શરૂ કરવા જેથી કરીને બાળકોને ગરમાગરમ રસોઇ અને પૌષ્ટિક ખોરાક મેળવવા માટે વિનંતી કરી હતી.
સોનિયા ગાંધીએ લોકસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, આ રોગચાળાથી બાળકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. શાળાઓ બંધ કરવામાં પ્રથમ અને ખોલવામાં સૌથી છેલ્લી હતી. શાળાઓ બંધ રહેતા મધ્યાહન ભોજન પણ બંધ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અને સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ લોકોને રાશન આપવામાં આવ્યું હતું. પરંતુ બાળકો માટે સૂકા રાશન અને રાંધેલા ભોજનની કોઈ વ્યવસ્થા નહોતી.
એ વાત સાચી છે કે બાળકોના પરિવારોને રોજીરોટી મેળવવા માટે ભારે સંકટનો સામનો કરવો પડ્યો હતો. આટલું સંકટ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પહેલાં ક્યારેય આવ્યું ન હતું. જેમ જેમ બાળકો શાળાએ પાછા ફરે છે તેમ તેમ તેમને વધુ સારા પોષણની જરૂર પડે છે. આટલું જ નહીં, મધ્યાહન ભોજન તે બાળકોને પાછા લાવવામાં પણ મદદ કરશે જેમણે આ રોગચાળાને કારણે શાળા છોડી દીધી છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે આ બાળકોના પરિવારોને કોરોના સમયગાળા દરમિયાન આજીવિકાના સંકટનો સામનો કરવો પડ્યો હતો અને હવે બાળકો શાળાએ જઈ રહ્યા છે, તેમને સારા પોષણની જરૂર છે. કેન્દ્ર સરકારને વિનંતી છે કે, તે તરત જ ગરમ અને રાંધેલું ભોજન આપવાનું શરૂ કરે. મિડ-ડે મીલ તરત જ શરૂ કરી દેવું જોઈએ.
ગયા સપ્તાહની શરૂઆતમાં, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયાએ લોકસભામાં મોદી સરકારને ભારતમાં ચૂંટણી રાજકારણ પર ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓના પ્રભાવને રોકવા માટે વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, આપણે આ કંપનીઓને વિશ્વની સૌથી મોટી લોકશાહી પર કોઈપણ પ્રકારની અસર કરતા રોકવાની જરૂર છે.
આ પણ વાંચો: ECGC PO Recruitment 2022: ESGCમાં POની જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી