LAC પર તૈનાત સૈનિકોને મળ્યો ખાસ યુનિફોર્મ, ગ્લાસ શિલ્ડ સાથે બેટન, રાયોટ-ગિયર અને હેલ્મેટ મળ્યું

|

Jun 12, 2021 | 5:13 PM

LAC પર ગોઠવેલા ભારતીય સૈનિકો(Soldiers)પણ ખાસ રાયોટ ગિયર, હેલ્મેટ, ગ્લાસ-શિલ્ડ અને બેટન આપવામાં આવી  છે. પહેલીવાર સિક્કિમ તરફની  લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ની તસવીરો સામે આવી છે.

LAC પર તૈનાત સૈનિકોને મળ્યો ખાસ યુનિફોર્મ, ગ્લાસ શિલ્ડ સાથે બેટન, રાયોટ-ગિયર અને હેલ્મેટ મળ્યું
LAC પર તૈનાત સૈનિકોને મળ્યો ખાસ યુનિફોર્મ,

Follow us on

LAC પર ભારતીય સૈનિકો(Soldiers)સાથે  લડાઇ અને સંઘર્ષમાં ચીનના પીએલએ દળ લાકડીઓ, ભાલા, પત્થરો અને અન્ય બિન-ઘાતક શસ્ત્રોનો ઉપયોગ કરે છે. હવે LAC પર ગોઠવેલા ભારતીય સૈનિકો(Soldiers)પણ ખાસ રાયોટ ગિયર, હેલ્મેટ, ગ્લાસ-શિલ્ડ અને બેટન આપવામાં આવી  છે. પહેલીવાર સિક્કિમ તરફની  લાઇન ઓફ એએલએસી ક્ચ્યુઅલ કંટ્રોલ (LAC)ની તસવીરો સામે આવી છે. જેમાં ભારતીય સૈનિકો બેટન સાથે જોવા મળ્યા છે. જો કે  નાઇટ વિઝન સાધનોથી સજ્જ સશસ્ત્ર સૈનિકો પણ સાથે જોવા મળ્યા છે.

આવી તસવીર પ્રથમ વખત સામે આવી

વાસ્તવમાં  શનિવારે કોલકાતા સ્થિત આર્મીના પૂર્વ કમાન્ડના કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે કાલિમપોંગ ખાતે લાયન સ્ટ્રાઈક વિભાગની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન આર્મી કમાન્ડરએ સિક્કિમમાં ચીનની સરહદ પર સ્થિત ડિવિઝન હેઠળના આગળના સ્થાનની પણ મુલાકાત લીધી. તેમણે ત્યાં તૈનાત સૈનિકોને પણ મળ્યા.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ બેઠકની તસવીરો પૂર્વી આદેશ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ તસવીરોમાં તેણે ‘આર્મી’ લખેલી ગ્લાસ શિલ્ડ અને રાયોટ-ગિયર એટલે કે હુલ્લડ દરમિયાન પોલીસે પહેરેલો ખાસ ડ્રેસ સાથેનું હેલ્મેટ અને સાધનો છે. આવી તસવીર પ્રથમ વખત સામે આવી છે.

બંને દેશોના સૈનિકો એલએસી પર ફાયરિંગ કરી શકતા નથી

ગયા વર્ષે ગલવાન ખીણની હિંસાને પગલે ભારતીય સેનાએ આવા વિશેષ રાયોટ- ગિયરનો  ઓર્ડર આપ્યો હતો. કારણ કે ગલવાન વેલી અને ફિંગર વિસ્તારમાં અથડામણ દરમિયાન ચીની સૈનિકો રાયોટ- ગિયર પહેરતા હતા. ભારત અને ચીન વચ્ચેની સંધિ મુજબ બંને દેશોના સૈનિકો એલએસી પર ગોળીબાર કરી શકતા નથી. તે સમય દરમિયાન, ભારતીય સૈનિકોને ચીનની પીએલએ લશ્કરનો સામનો કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. કારણ કે ભારતીય સૈનિકો ફક્ત INSAS અથવા AK-47 રાઇફલો સાથે તૈનાત હતા. પરંતુ સંધિમાં બંધાયેલા હોવાને કારણે તેઓ ફાયર કરી શકતા નથી.

ભારતીય સૈનિકો એલએસી પર  રાયોટ-ગિયર પહેરીને બેઠા

જો કે સરકારે હવે આ સંધિમાંથી સેનાને મુક્ત કરી દીધી છે અને પરિસ્થિતિ અનુસાર બદલો લેવા કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ જ કારણ છે કે ગયા વર્ષે 29-30 ઓગસ્ટની રાત્રે  ફાયરિંગની ઘટના પણ સામે આવી હતી. પરંતુ હવે ભારતીય સૈનિકો પણ એલએસી પર ચીનની પીએલએ સૈન્યની જેમ રાયોટ-ગિયર પહેરીને બેઠા છે.

Published On - 5:12 pm, Sat, 12 June 21

Next Article