ગરિબ પરિવારનો દિકરો બન્યો MLA, ચૂંટણી લડવા લીધી 12 લાખની લોન, લોકોના પ્રેમે બનાવ્યો ધારાસભ્ય

|

Dec 04, 2023 | 4:52 PM

મધ્યપ્રદેશના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો અહીં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. સત્તા વિરોધી લહેરને નકારી કાઢતા, પાર્ટીએ 165 બેઠકો જીતી. કોંગ્રેસને માત્ર 63 બેઠકો મળી હતી.મધ્યપ્રદેશમાં ભાજપને સત્તામાં આવ્યાને બે દાયકા થઈ ગયા છે. ચૂંટણી પરિણામો દર્શાવે છે કે તેમની સામે સત્તા વિરોધી લહેર નહોતી.

ગરિબ પરિવારનો દિકરો બન્યો MLA, ચૂંટણી લડવા લીધી 12 લાખની લોન, લોકોના પ્રેમે બનાવ્યો ધારાસભ્ય
Slum dweller became MLA

Follow us on

પાંચ રાજ્યમાંથી ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ (BJP) મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને માત્ર તેલંગાણામાં રાહત મળી છે. આ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં કેટલાક એવા ઉમેદવારો હતા જેમણે અત્યંત ગરીબીમાં જીવીને પોતાનું નસીબ અજમાવ્યું હતું. તેમાંથી એક છે મધ્યપ્રદેશના કમલેશ્વર ડોડિયાર નામના ઉમેદવાર છે જે હવે MLA બની ગયા છે. અનેક વિસ્તારોના લોકોને મળીને ચોક પર ઉભા રહી પ્રચાર કર્યો હતો.

ગરીબ પરિવારનો દિકરો બન્યો MLA

કમલેશ્વર ડોડિયાર રતલામના કમલેશ્વર ડોડિયાર પાસે ચૂંટણી લડવા માટે પૂરતા પૈસા પણ નહોતા. તેમણે 12 લાખ રૂપિયાની લોન લીધી હતી. કમલેશ્વરે સાયલાના બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હર્ષ વિજય ગેહલોતને 4618 મતથી હરાવ્યા હતા. કમલેશ્વરને 71219 અને હર્ષને 66601 વોટ મળ્યા. ભાજપના સંગીતા ચારેલ ત્રીજા ક્રમે રહ્યા હતા. આ બેઠક પર રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું હતું. અહીં 90.08 ટકા મતદાન થયું હતું.

મજૂરીકામ કરે છે માતા

કમલેશ્વર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે અને પોતે ખુદ ઝૂપડીમાં રહે છે. પરિવાર વરસાદ દરમિયાન તાડપત્રી વડે ઢાંકીને પાણીથી બચાવવાનો પ્રયાસ કરે છે. તેમની માતા સીતાબાઈ મજૂર તરીકે કામ કરતા હતા. 33 વર્ષીય કમલેશ્વર આ બેઠક પર ભારત આદિવાસી પાર્ટીમાંથી જીત્યા છે. કમલેશ્વર મજૂર પરિવારમાં મોટો થયો હતો. સ્નાતક થયા પછી તે કોટા ગયો. જ્યાંથી તે મકાન બાંધકામમાં મજૂરી કામ કરતો હતો. બાળપણથી લઈને આજ સુધી તેમણે ગરીબીને નજીકથી જોઈ છે. કમલેશ્વર 6 ભાઈ અને 3 બહેનમાં સૌથી નાનો છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

મધ્યપ્રદેશમાં ભાજપ સરકારની વાપસી

મધ્યપ્રદેશના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો અહીં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. સત્તા વિરોધી લહેરને નકારી કાઢતા, પાર્ટીએ 165 બેઠકો જીતી. કોંગ્રેસને માત્ર 63 બેઠકો મળી હતી.મધ્યપ્રદેશમાં ભાજપને સત્તામાં આવ્યાને બે દાયકા થઈ ગયા છે. ચૂંટણી પરિણામો દર્શાવે છે કે તેમની સામે સત્તા વિરોધી લહેર નહોતી. ચૂંટણી પરિણામોમાં બમ્પર જીત બાદ સીએમની પસંદગી ભાજપ માટે માથાનો દુખાવો છે. હવે જોવાનું એ છે કે પાર્ટી શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રી બનાવશે કે રાજ્યમાં અન્ય કોઈ નેતાને કમાન સોંપશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:04 am, Mon, 4 December 23

Next Article