શ્રીકાંત ત્યાગીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી, પોલીસ ટીમને 3 લાખનું ઈનામ

|

Aug 09, 2022 | 11:48 PM

નોઈડાની ઓમેક્સ સોસાયટીમાં એક મહિલા સાથે મારપીટ અને દુર્વ્યવહારના આરોપી શ્રીકાંત ત્યાગીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. નોઈડાની સૂરજપુર કોર્ટે (Surajpur Court) આ નિર્ણય આપ્યો છે.

શ્રીકાંત ત્યાગીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી, પોલીસ ટીમને 3 લાખનું ઈનામ
Shrikant Tyagi (social media)

Follow us on

નોઈડાની (Noida Latest News) ઓમેક્સ સોસાયટીમાં એક મહિલા પર મારપીટ અને દુર્વ્યવહારના આરોપી શ્રીકાંત ત્યાગીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. નોઈડાની સૂરજપુર કોર્ટે આજે એટલે કે મંગળવારે આ નિર્ણય આપ્યો છે. ખાસ વાત એ છે કે ધરપકડના થોડા કલાકો બાદ જ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે ત્યાગી પર નિર્ણય આપ્યો હતો. હવે શ્રીકાંતની 14 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવશે. આ દરમિયાન ઘણા મોટા ખુલાસા થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે ધરપકડ બાદ જ શ્રીકાંતે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રીકાંત ત્યાગીએ કહ્યું હતું કે મહિલાઓ પ્રત્યે તેમનું વર્તન યોગ્ય નથી.

તમને જણાવી દઈએ કે શ્રીકાંત ત્યાગી નોઈડાના ફેઝ ટુમાં પોતાની વિરુદ્ધ કેસ નોંધાતાની સાથે જ ફરાર થઈ ગયા હતા. શ્રીકાંત ત્યાગી પહેલા નોઈડાથી દેહરાદૂન પહોંચ્યા, ત્યાંથી હરિદ્વાર ગયા, પછી ઋષિકેશ પછી સોમવારે મોડી સાંજે સહારનપુર આવ્યા, આજે સવારે ત્યાંથી મેરઠના શ્રદ્ધાપુરી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી. સાથે જ આ કેસમાં પોલીસને ત્રણ લાખનું ઈનામ પણ આપવામાં આવ્યું છે.

આવતીકાલે જામીન અરજી પર સુનાવણી

શ્રીકાંત ત્યાગી સહિત ચાર આરોપીઓને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ પ્રદીપ કુમાર કુશવાહ, સૂરજપુરની કોર્ટ દ્વારા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આરોપીઓને લુક્સર જેલમાં રાખવામાં આવશે. કોર્ટે આજે આરોપીને જામીન આપ્યા ન હતા. આવતીકાલે એટલે કે બુધવારે કોર્ટ જામીન અરજી પર સુનાવણી કરી શકે છે તેવા અહેવાલ છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

નોઈડા પોલીસે આરોપીના રિમાન્ડ માંગ્યા ન હતા

તેમના વકીલ દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે આજે મારા અસીલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અમે રિમાન્ડ દૂર કરવા પર ચર્ચા કરી હતી, કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. અમે કેટલીક કલમોને પડકારી છે. બે દિવસમાં મારા અસીલ પર ગુંડા એક્ટ કેવી રીતે લાદવામાં આવ્યો? અમે જેલમાં સુરક્ષાની માંગણી કરી છે. બીજી તરફ કોર્ટે શ્રીકાંત ત્યાગી અને અન્ય આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. ત્યાગીના વકીલે કહ્યું કે કાલે અમે આરોપીની જામીન અરજી દાખલ કરીશું, આજે અમારી તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી નથી. રિમાન્ડ નામંજૂરમાં આરોપીના વકીલે આરોપીની કસ્ટડી અને કલમોને પડકારી કોર્ટ સમક્ષ માંગણી કરી કે આરોપીને કસ્ટડીમાં ન રાખવામાં આવે.

Next Article