છત્રપતિ શિવાજી મહારાજની (Chhatrapati Shivaji Maharaj) આજે 341મી પુણ્યતીથી (Death Anniversary) છે. દેશભરમાં તેમની પુણ્યતીથી મનાવવામાં આવી રહી છે. આજના જ દિવસે 1680માં બિમારીના કારણે તેમનું અવસાન થયુ હતુ. શિવાજી મહારાજે ભારતની ભૂમીને વિદેશી તાકાતથી બચાવવા માટે પોતાની આખી જીંદગી ન્યૌછાવર કરી નાખી હતી. જેને કારણે ઇતિહાસમાં તેમનું નામ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવ્યુ. આજે પણ શિવાજી મહારાજની ગૌરવ ગાથા સાંભળવા મળે છે.
શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630માં થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે હતુ. જ્યારે તેમની માતાનું નામ જીજાબાઇ હતુ. શિવાજી નાનપણથી જ ઘણી બધી પ્રતિભાઓના માલિક હતા. પોતાના પિતા સાથે તેઓ યુદ્ધના વિષયમાં ચર્ચાઓ કરતા અને પોતાના વિચારો મુકતા. શિવાજી મહારાજ બાળપણથી જ શિખવા સમજવામાં પ્રભાવશાળી હતા.
વર્ષ 1670માં તેમણે મુલગોને (Mughal Empire) ધૂળ ચટાડી હતી. તેમણે મુગલોને હરાવીને સિંહગઢનો કિલ્લો જીત્યો હતો ત્યાર બાદ તેમણે મરાઠા સામ્રાજ્યનો પાયો નાંખ્યો. ભારતના ઇતિહાસમાં કેટલાક વીર યોદ્ધાઓએ પોતાના પ્રાણની આહુતી આપી દીધી હતી તેમાના એક હતા શિવાજી મહારાજ. તેમને એક કુશળ યોદ્ધા અને રણનીતીકાર તરીકે ઓળખવામાં આવે છે. શિવાજી મહારાજે પોતાના કાર્યકાળ દરમિયાન મરાઠી અને સંસ્કૃત ભાષાને પ્રાધાન્ય આપ્યુ. તેમણે વર્ષો સુધી મુગલ શાસક ઔરંગઝેબ સાથે લડાઇ કરી હતી. તેમણે મુગલોની ઘણી બધી સંપત્તિ અને સેંકડો ઘોડા પર કબજો મેળવ્યો હતો. શિવાજી મહારાજ એવા શાસક હતા કે જેમણે મુગલોને ઘૂંટણ ટેકવા પર મજબૂર કરી દીધા હતા.
કેટલાક લોકો શિવાજી મહારાજને મુસલીમ વિરોધી માનતા હતા, પરંતુ તે હકીકત નથી શિવાજી મહારાજની સેનામાં કેટલાક મુસ્લીમ સૈનિકો પણ હતા. જેમાં કેટલાક મુસ્લીમ સરદાર અને સૂબેદાર પણ હતા. 6 જુન 1674ના રોજ એમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો અને શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના પ્રથમ રાજા બન્યા હતા. તેઓ ક્યારે જાતિ ભેદભાવમાં માનતા ન હતા. શિવાજી પ્રભાવશાળી યોદ્ધા સાથે એક સારા વહીવટકર્તા પણ હતા. આ ઉપરાંત તેમની સેનામાં પણ અનેક મુસ્લિમો અને અન્ય જાતિઓના યોદ્ધા હતા.