Sheena Bora Murder Case: ઈન્દ્રાણી મુખર્જીનો ચોંકાવનારો ખુલાસો, શીના બોરા જીવિત છે અને કાશ્મીરમાં છે!

|

Dec 16, 2021 | 4:36 PM

રાયગઢના જંગલમાંથી મળેલા મૃતદેહના અવશેષો શીના બોરાના હતા. AIIMSના ફોરેન્સિક રિપોર્ટ દ્વારા પણ આ વાતની પુષ્ટિ થઈ છે. આ જ રિપોર્ટ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.

Sheena Bora Murder Case: ઈન્દ્રાણી મુખર્જીનો ચોંકાવનારો ખુલાસો, શીના બોરા જીવિત છે અને કાશ્મીરમાં છે!
Indrani Mukerjea

Follow us on

શીના બોરા (Sheena Bora Murder Case) મર્ડર કેસમાં ફરી એકવાર ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. 2012માં પોતાની પુત્રી શીના બોરાની હત્યાના આરોપમાં જેલમાં રહેલી ઈન્દ્રાણી મુખર્જીએ (Indrani Mukerjea) જેલમાંથી કેન્દ્રીય તપાસ એજન્સીને પત્ર લખ્યો છે. પત્રમાં ઈન્દ્રાણીએ દાવો કર્યો છે કે શીના બોરા જીવિત છે અને સીબીઆઈએ તેને શોધી કાઢવી જોઈએ. મુખર્જીએ પોતાના પત્રમાં લખ્યું છે કે કાશ્મીરમાં શીના બોરા જીવિત છે.

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૂર્વ મીડિયા કાર્યકર અને શીના બોરા હત્યા કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈને લખેલા પત્રમાં જણાવ્યું છે. જેલમાં તેને મળેલી મહિલા કેદીએ જણાવ્યું કે તે કાશ્મીરમાં શીના બોરાને મળી હતી. ઈન્દ્રાણીએ હવે સીબીઆઈ તપાસની માંગ કરી છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

ઈન્દ્રાણીના વકીલે આ સમગ્ર મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. ઈન્દ્રાણીના વકીલનું કહેવું છે કે તેણે આ પત્ર સીધો સીબીઆઈને લખ્યો છે જેના કારણે તેઓ નથી જાણતા કે આ પત્રમાં કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

તેણે કહ્યું કે જ્યારે તે જેલમાં જશે ત્યારે તે ઈન્દ્રાણી પાસેથી આ મામલાની માહિતી એકઠી કરી શકશે. આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે એપ્રિલ 2012માં મહારાષ્ટ્રના રાયગઢના જંગલમાંથી કોની લાશ મળી આવી હતી, જેને સીબીઆઈએ પણ શીના બોરાની લાશ હોવાની પુષ્ટિ કરી હતી.

 

રાયગઢના જંગલમાંથી મળેલા મૃતદેહના અવશેષો શીના બોરાના હતા. AIIMSના ફોરેન્સિક રિપોર્ટ દ્વારા પણ આ વાતની પુષ્ટિ થઈ છે. આ જ રિપોર્ટ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટમાં પુષ્ટિ થઈ હતી કે રાયગઢના જંગલમાંથી મળેલા મૃતદેહના અવશેષો શીના બોરાના જ છે.

 

 

ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈ ડિરેક્ટરને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે તે તાજેતરમાં જેલમાં એક મહિલાને મળી હતી જેણે તેને કહ્યું હતું કે તે કાશ્મીરમાં શીના બોરાને મળી હતી. જેલમાં બંધ મહિલાની વાતમાં કેટલું સત્ય છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ઈન્દ્રાણી મુખર્જીના પત્રે તપાસ એજન્સીઓની તપાસ પર સવાલો ઉભા કર્યા છે. જો સીબીઆઈએ 2012માં શીના બોરાને મૃત જાહેર કરી હતી તો કાશ્મીરની છોકરી કોણ છે અને રાયગઢના જંગલમાંથી મળેલા મૃતદેહના અવશેષો કોના છે. આવી સ્થિતિમાં સીબીઆઈ સામે મોટો પડકાર ઉભો થયો છે. જણાવી દઈએ કે ઈન્દ્રાણી 2015થી મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે.

 

 

આ પણ વાંચો – દેશ છોડ્યા બાદ ઝળકી પ્રતિભા, ઓસ્ટ્રેલિયાની ટીમમાથી રમનાર મૂળ ભારતીય ખેલાડીના પિતા ટેક્સી ચલાવી પરિવારનુ કરે છે ગુજરાન

આ પણ વાંચો – India Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,974 નવા કેસ નોંધાયા, ગઈકાલ કરતા 14.2 ટકા વધુ, 343 દર્દીઓના મોત

Next Article