ગુજરાતમાં સ્ટેટ જીએસટી વિભાગની કાર્યવાહી, 6 વેપારીઓને 1.48 કરોડનો દંડ ફટકાર્યો

રાજકોટ, મોરબી, હળવદ અને ગાંધીધામમાં સ્ટેટ GST વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.  સ્ટેટ વિભાગે સિરામિક, પ્લાસ્ટિક અને લોખંડના વેપારીઓને ત્યાં કાર્યવાહી કરીને સપાટ્ટો બોલાવ્યો છે.  6 વેપારીઓ પાસેથી રૂપિયા 1.48 કરોડના વેરાની વસૂલાત પણ વિભાગે કરી છે. આ પણ વાંચો:  વડોદરામાં સ્કૂલ વાહન ચાલકોની નફ્ફટાઈ, બાળકોને અડધે રસ્તે ઉતારી દીધા Facebook પર તમામ મહત્વના […]

ગુજરાતમાં સ્ટેટ જીએસટી વિભાગની કાર્યવાહી, 6 વેપારીઓને 1.48 કરોડનો દંડ ફટકાર્યો
| Updated on: Jun 21, 2019 | 2:00 PM

રાજકોટ, મોરબી, હળવદ અને ગાંધીધામમાં સ્ટેટ GST વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.  સ્ટેટ વિભાગે સિરામિક, પ્લાસ્ટિક અને લોખંડના વેપારીઓને ત્યાં કાર્યવાહી કરીને સપાટ્ટો બોલાવ્યો છે.  6 વેપારીઓ પાસેથી રૂપિયા 1.48 કરોડના વેરાની વસૂલાત પણ વિભાગે કરી છે.

આ પણ વાંચો:  વડોદરામાં સ્કૂલ વાહન ચાલકોની નફ્ફટાઈ, બાળકોને અડધે રસ્તે ઉતારી દીધા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

GST વિભાગે બોગસ વેપારીઓ પાસેથી ખરીદી અને ઈ-વે બિલ મામલે વાહનોની અટકાયત કરી હતી.  કાર્યવાહી દરમિયાન બાલાજી મલ્ટીપ્લેક્સ પ્રા.લિ. પાસેથી રૂપિયા 1.16 કરોડ, બેજ સિરામિક પાસેથી 3.78 લાખ, અલંકાર ટ્રેડીંગ પાસેથી 8.72 લાખ, એસ્ટોન સિરામિક પાસેથી 2 લાખ, દિગ્જામ ઈમ્પેક્ષ પાસેથી 2 લાખ, આસ્થા ઈમ્પેક્ષ પાસેથી 16 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. આમ ગુજરાતના મોટા શહેરોમાં સ્ટેટ જીએસટી વિભાગે કાર્યવાહી કરીને કરોડોની વસૂલાત કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો