7મું પગારપંચ: કેન્દ્રીય કર્મચારીઓને હોળી પહેલા સરકાર આપી શકે છે ભેટ, DA-DR વધારવાની વિચારણા

|

Jan 15, 2021 | 8:07 PM

કેન્દ્રીય કર્મચારીઓને જલ્દીથી જ સારા સમાચાર મળી  શકે છે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓની માંગ સ્વીકારી લેશે તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (Dearness Allowance)ની રકમ હોળી પહેલા મળી શકે છે.

7મું પગારપંચ: કેન્દ્રીય કર્મચારીઓને હોળી પહેલા સરકાર આપી શકે છે ભેટ, DA-DR વધારવાની વિચારણા
7th Pay Commission

Follow us on

કેન્દ્રીય કર્મચારીઓને જલ્દીથી જ સારા સમાચાર મળી  શકે છે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓની માંગ સ્વીકારી લેશે તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (Dearness Allowance)ની રકમ હોળી પહેલા મળી શકે છે. જો સરકાર આ નિર્ણય લેશે તો 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (Dearness Allowance) અને 65 લાખથી વધારે પેન્શનરોને મોંઘવારી રાહત – DR (Dearness Relief) વહેલા મળી જશે. આ અનુમાન એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે કોરોના મહામારીને કારણે મંદ પડેલી અર્થવ્યવસ્થા હવે પાટા પર ચડવા લાગી છે અને GST Collection પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે.

 

કોરોનાના કારણે સરકારે DAમાં વધારો સ્થગિત કર્યો હતો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગત વર્ષે માર્ચમાં કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)ને જૂન 2021 સુધી સ્થગિત કર્યા હતા. જેના કારણે અત્યારે કેન્દ્રીય કર્મચારીઓને 17%ના દરે DA મળી રહ્યું છે. જો કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓની  DA રિલીઝ કરવાની માંગ સ્વીકારી લેશે તો 28%ના દરે DA મળશે. જો કે કેન્દ્ર સરકાર તરફથી આ અંગે હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

 

અર્થવ્યવસ્થા પાટા પર, GST Collection પણ રેકોર્ડ સ્તરે

Covid 19ના કારણે દેશમાં 2020માં જે મંદીનો માહોલ સર્જાયો હતો, એમાં હવે સુધારો આવવા લાગ્યો છે. સપ્ટેમ્બરમાં 95,000 કોરોના કેસ સામે આવી રહ્યા હતા કે હવે ઘટીને 17,000 થઈ ગયા છે. કોરોનાના કેસોમાં ઘટાડો થવાની સાથે ઔદ્યોગિક ઉત્પાદન (Industrial output)માં વધારો થયો છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં 3.6%ની વૃદ્ધિ થઈ છે. આ સાથે જ GST Collection પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. માર્ચ 2020માં GST કલેક્શન 97,597 કરોડ રૂપિયા હતું, જે ડિસેમ્બર 2020માં વધીને 1,15,000 કરોડ રૂપિયા થઈ ગયું છે.

 

આ પણ વાંચો: જે કૃષિ બિલને લઈને ખેડૂતો હંગામો કરે છે, તેને લઈને IMF તરફથી આવ્યું મોટું નિવેદન

Next Article