વિશ્વભરમાં પહોંચશે ભારતની સિરમ ઈન્સ્ટીટ્યુટની કોરોના વૅક્સીન, WHOએ ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી

|

Feb 16, 2021 | 9:22 AM

હવે વિશ્વભરમાં પહોંચશે ભારતની સિરમ ઈન્સ્ટીટ્યુટની કોરોના વૅક્સીન. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ ઓક્સફોર્ડ એસ્ટ્રજેનેકાની કોરોના વેક્સિનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે.

હવે વિશ્વભરમાં પહોંચશે ભારતની સિરમ ઈન્સ્ટીટ્યુટની કોરોના વૅક્સીન. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ ઓક્સફોર્ડ એસ્ટ્રજેનેકાની કોરોના વેક્સિનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. એની સાથે હવે આ વેક્સિનનો ઉપયોગ દુનિયાના ગરીબ દેશોમાં કોરોના વિરુદ્ધ રસીકરણ માટે કરવામાં આવશે . WHOએ સોમવારે કોરોનાની બે વેક્સિનની ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ બંને જ વેક્સિન ઓક્સફોર્ડ એસ્ટ્રજેનેકાએ બનાવી છે. એક ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને બીજી દક્ષિણ કોરિયાની SK નામની કંપની બનાવે છે. WHOના પ્રમુખ ટેડ્રોસ એડહાનોમેં કહ્યું કે, આ ગ્રીન સિગ્નલ સાથે જ હવે કોવેક્સિન પ્રોગ્રામ હેઠળ દુનિયાના ઘણા દેશોમાં આ વેક્સિનના જવાના રસ્તા ખુલી ગયા છે. જણાવી દઈએ કે કોવેક્સિન પ્રોગ્રામ હેઠળ દુનિયાને નીર્ધાર દેશોને WHO દ્વારા કોરોના વેક્સિન પહોંચાડવામાં આવી રહી છે.

Next Video