Breaking News: કર્ણાટકમાં બીજી વખત PMની સુરક્ષામાં ચુક, એક વ્યક્તિ મોદી તરફ ભાગતો મળ્યો જોવા

|

Mar 25, 2023 | 7:56 PM

કર્ણાટકમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ભંગની ઘટના સામે આવી છે. ત્રણ મહિનામાં અહીં PMની રેલી દરમિયાન બીજી વખત સુરક્ષા ભંગ થતા ખળભળાટ મચી ગયો છે. સ્થળ પર સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે. પીએમ તરફ ભાગવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

Breaking News: કર્ણાટકમાં બીજી વખત PMની સુરક્ષામાં ચુક, એક વ્યક્તિ મોદી તરફ ભાગતો મળ્યો જોવા

Follow us on

કર્ણાટકમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ભંગની ઘટના સામે આવી છે. અહીં પીએમની રેલી દરમિયાન સુરક્ષામાં ભંગ થયો છે. ત્રણ મહિનામાં બીજી વખત પીએમની સુરક્ષામાં ભંગ થયો છે. પીએમ તરફ ભાગવાનો પ્રયાસ કરતા એક શખ્સ ઝડપાયો છે. ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત તૈયાર હતો. જેવો તે વ્યક્તિ ભાગવાનો પ્રયાસ કર્યો કે તરત જ પોલીસે તેને રસ્તામાં જ પકડી લીધો. સુરક્ષા એજન્સીઓએ તેને કસ્ટડીમાં લીધો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. વ્યક્તિ વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

આ સમગ્ર ઘટના દાવણગેરેની છે. અહીં પીએમ મોદીનો રોડ શો યોજાયો હતો. રસ્તાની બંને બાજુ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને સૂત્રોચ્ચાર થઈ રહ્યા હતા. દરમિયાન વ્યક્તિએ ભાગીને પીએમ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. આ વ્યક્તિ પીએમની કાર પાસે પહોંચી ગયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ વ્યક્તિ કાફલામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પીએમની આટલી નજીક આવવું એ ગંભીર પ્રશ્ન માનવામાં આવી રહ્યો છે.

સુરક્ષા કોર્ડન તોડીને યુવકો પીએમની કાર સુધી પહોંચ્યા?

આજે પીએમ મોદી કર્ણાટકના પ્રવાસે છે. તેમણે ત્યાં એક જાહેર સભા કરી, ત્યારબાદ રોડ શો કર્યો હતો. વાસ્તવમાં પીએમના રોડ શો માટે ત્રણથી ચાર લેયરની સુરક્ષા રાખવામાં આવી હતી. રસ્તાની બંને બાજુએ બેરીકેટ્સ મુકવામાં આવ્યા હતા. અહીં હાજર લોકોને પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે બેરિકેડ કૂદીને રસ્તા પર ન આવો. તમારે ફક્ત હેલો કહેવાનું છે. આમ છતાં આરોપી યુવક બેરિકેડ કૂદીને પીએમ તરફ જવા લાગ્યો હતો. જોકે, સ્થળ પર હાજર પોલીસ અને હોમગાર્ડે તેને પકડી લીધો હતો. એસપીજીએ તેને કસ્ટડીમાં લીધો હતો. આ એક ગંભીર સુરક્ષા ખામી માનવામાં આવે છે

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 7:28 pm, Sat, 25 March 23

Next Article