
નવી શિક્ષણનીતિ અંતર્ગત નવી સ્કૂલ બેગ નીતિમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ભલામણ કરવામાં આવી છેકે ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન વિદ્યાર્થીના વજનના 10 ટકાથી વધુ હોવું જોઇએ નહીં. શિક્ષણ મંત્રાલયની ભલામણ અનુસાર શાળામાં વિદ્યાર્થીની સ્કૂલ બેગનું નિયમિત રીતે મોનિટરિંગ થવું જોઇએ. વિદ્યાર્થીની સ્કૂલબેગ વજનમાં હળવી અને તેના ખભા પર સહેલાઇથી ફિટ થઇ શકે કેવા એકજસ્ટેબલ સ્ટ્રેપ ધરાવતી હોવી જોઇએ. સ્કૂલબેગમાં વ્હીલ હોવા જોઇએ નહીં. કારણ કે તેનાથી બાળકને ઇજા પહોંચી શકે છે. તે ઉપરાંત પુસ્તકના પબ્લિશરે પુસ્તક પર વજન ફરજિયાત છાપવાનું રહેશે.
સ્કૂલ બેગ પોલિસી કેવી હોવી જોઇએ ?
સ્કૂલ બેગનું વજન વિદ્યાર્થીના વજનના 10 ટકાથી વધું હોવું જોઇએ નહીં
મધ્યાહન ભોજન અપાય જેથી લંચબોક્સની જરૂર ન પડે
પાણીની સારી વ્યવસ્થા વોટર બેગની જરૂર નહીં
દિવ્યાંગ બાળકોને પાઠયપુસ્તકના બે સેટ આપવા જોઇએ એક સેટ શાળામાં રાખી શકે
ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓને હોમવર્ક આપી શકાય નહીં
વિદ્યાર્થીના બેગનું વજન કેટલું ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 4:23 pm, Thu, 10 December 20