યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથે કરી વાત, યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં રાજકીય સમર્થન આપવા વિનંતી કરી

|

Feb 26, 2022 | 8:01 PM

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે અને રશિયન હુમલા અંગે માહિતી આપી છે. તેમણે સુરક્ષા પરિષદમાં રાજકીય સમર્થન માટે વિનંતી કરી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથે કરી વાત, યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં રાજકીય સમર્થન આપવા વિનંતી કરી
Vladimir Zelensky - President of Ukraine

Follow us on

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે વાત કરી છે અને રશિયન હુમલા અંગે માહિતી આપી છે. તેમણે સુરક્ષા પરિષદમાં રાજકીય સમર્થન માટે વિનંતી કરી છે. રશિયન સેનાએ શનિવારે યુક્રેનની રાજધાની કિવમાં ઘૂસીને અનેક હુમલાઓ કર્યા છે. વિસ્ફોટો અને ગોળીબારના અવાજોથી દહેશતમાં કિવનું ભાવિ અધ્ધરતાલ છે. ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે હાકલ કરી અને તેમના ચેતવણી આપી કે દેશના ઘણા શહેરોમાં હુમલા કરવામાં આવી રહ્યા છે. તેણે કહ્યું છે કે રશિયા સામે યુદ્ધ ચાલુ છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ ટ્વીટ કરીને કહ્યું, ‘ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી. એક લાખથી વધુ આક્રમણકારો અમારી ધરતી પર પહોંચી ગયા છે. તેઓ રહેણાંક મકાનો પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા છે. અમે પીએમ મોદીને યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં અમને રાજકીય સમર્થન આપવા વિનંતી કરી છે. તેમણે પીએમ મોદીને કહ્યું કે હુમલાખોરને સાથે મળીને રોકે!

https://twitter.com/ZelenskyyUa/status/1497555947023224836

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ નરેન્દ્ર મોદીએ ચાલી રહેલા સંઘર્ષને કારણે જાનમાલના નુકસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે હિંસાનો તાત્કાલિક અંત લાવવા અને સંવાદનો માર્ગ અપનાવવા માટેના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો અને શાંતિ પ્રયાસોમાં કોઈપણ રીતે યોગદાન આપવાની ભારતની ઈચ્છા દર્શાવી. પીએમ મોદીએ યુક્રેનમાં હાજર વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોની સુરક્ષા માટે ભારતની ઊંડી ચિંતા પણ વ્યક્ત કરી હતી.

તેમણે ભારતીય નાગરિકોના ઝડપી અને સુરક્ષિત સ્થળાંતર માટે યુક્રેનિયન સત્તાવાળાઓ દ્વારા સુવિધાની માગ કરી હતી. યુક્રેનના સ્વાસ્થ્ય મંત્રી વિક્ટર લ્યાશકોનું કહેવું છે કે રશિયન હુમલામાં 198 લોકો માર્યા ગયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે.

તેમના નિવેદનથી એ સ્પષ્ટ નથી થયું કે માર્યા ગયેલાઓમાં કેટલા સૈનિકો અને નાગરિકો હતા. ગુરુવારે હવાઈ અને મિસાઈલ હુમલા અને ઉત્તર, પૂર્વ અને દક્ષિણથી યુક્રેનમાં સૈનિકોના અભિયાન સાથે શરૂ થયેલા રશિયન આક્રમણમાં 33 બાળકો સહિત 1,115 લોકો ઘાયલ થયા હતા.

રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનના 821 સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે

રશિયાની સેનાનું કહેવું છે કે તેણે ક્રુઝ મિસાઈલ વડે યુક્રેનના સૈન્ય મથકો પર હુમલો કર્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઇગોર કોનાશેન્કોવે જણાવ્યું હતું કે સેનાએ લાંબા અંતરની કાલિબ્ર ક્રુઝ મિસાઇલો વડે યુક્રેનના કેટલાંક લશ્કરી સ્થાપનો પર હુમલો કર્યો હતો. રશિયાના આક્રમણની શરૂઆતથી, સૈન્યએ યુક્રેનમાં 821 લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા છે, જેમાં 14 હવાઈ મથકો અને 19 લશ્કરી કમાન્ડ સેન્ટરનો સમાવેશ થાય છે.

આ સાથે 24 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ, 48 રડાર, સાત યુદ્ધ વિમાન, સાત હેલિકોપ્ટર, નવ ડ્રોન, 87 ટેન્ક અને આઠ સૈન્ય જહાજોનો નાશ કરવામાં આવ્યો છે. કોનાશેનકોવે જણાવ્યું ન હતું કે કેટલા યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા હતા અને રશિયન બાજુએ કોઈ જાનહાનિનો ઉલ્લેખ કર્યો ન હતો.

યુક્રેને એવો પણ દાવો કર્યો છે કે તેની સેનાએ હજારો રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. બંનેમાંથી કોઈ એક દેશના દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. કોનાશેનકોવે દાવો કર્યો હતો કે રશિયન દળોએ એઝોવ સમુદ્ર કિનારેથી લગભગ 35 કિલોમીટર દૂર દક્ષિણી શહેર મેલિટોપોલ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે અને કહ્યું કે રશિયન સમર્થિત અલગતાવાદીઓએ ડોનબાસના પૂર્વ વિસ્તારમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

આ પણ વાંચો : Ukraine Russia War: યુક્રેનથી રેસ્કયુ કરાયેલા 219 ભારતીયો સાથેની પ્રથમ ફ્લાઈટ રોમાનિયાથી મુંબઈ માટે રવાના

Published On - 8:00 pm, Sat, 26 February 22

Next Article