વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે (S. Jayshankar) જણાવ્યું છે કે, યુક્રેનમાંથી રેસ્કયુ કરાયેલા 219 ભારતીયો સાથેની પ્રથમ ફ્લાઈટ રોમાનિયાથી મુંબઈ માટે રવાના થઈ હતી. મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર તેમના આગમન માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. એરપોર્ટ પર આ મુસાફરોના કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવશે. રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધથી અત્યારે સમગ્ર વિશ્વમાં તબાહી મચેલી છે. ત્યારે અનેક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. તેમના વતન પરત લાવવાના પ્રયાસો ભારત સરકાર દ્વારા ચાલુ છે. ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી રેસ્કયુ કર્યા બાદ આજે રાત્રે 9 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લાવવામાં આવશે.
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે માહિતી આપી છે કે, યુક્રેનમાંથી રેસ્કયુ કરાયેલા 219 ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ રોમાનિયાથી મુંબઈ માટે રવાના થઈ છે. આ માટે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, એરપોર્ટ એડમિનિસ્ટ્રેશને ભારતીય વિદ્યાર્થીઓના આગમનની તૈયારી માટે સ્પેશિયલ કોરિડોરને બ્લોક કરી દીધો છે. આ ભારતીય વિદ્યાર્થીઓ એર ઈન્ડિયાના પ્લેન-A11944 દ્વારા મુંબઈ પહોંચશે.
આ ઉપરાંત, એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (APHO)ની ટીમ એરપોર્ટ પર આ તમામ યુક્રેનમાંથી રેસ્કયુ કરાયેલા 219 મુસાફરોનું ટેમ્પરેચર પણ ચેક કરશે. આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના તમામ કેબિનેટ સહયોગીઓને રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ વિશે માહિતી આપી હતી.
આ ઉપરાંત, તેમણે તમામ કેબિનેટ મંત્રીઓને ઈવેક્યુએશન પ્લાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. લગભગ 20 મિનિટ સુધી વિદેશ મંત્રીએ કેબિનેટની બેઠકમાં ઇવેક્યુએશન પ્લાન અને રશિયા અને યુક્રેન સાથેની વ્યૂહાત્મક વાતચીતની વિગતો આપી. કેબિનેટની બેઠક પહેલા સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની એક અલગ બેઠક પણ યોજાઈ હતી, જેમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) દ્વારા જણાવ્યું છે કે, જે યાત્રીઓ પાસે આ બેમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ નહીં હોય, તેમનો RTPCR ટેસ્ટ એરપોર્ટ પર જ કરવામાં આવશે અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પેસેન્જરોને એરપોર્ટથી ઘરે જવા દેવામાં આવશે. એરપોર્ટ એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર, એરપોર્ટ એડમિનિસ્ટ્રેશન RTPCR ટેસ્ટનો ખર્ચ ઉઠાવશે.
જો RTPCR ટેસ્ટમાં કોઈ વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળે છે, તો એરપોર્ટ વહીવટીતંત્ર સંબંધિત વ્યક્તિની કાળજી લેશે અને સરકારની કોવિડ ગાઈડલાઇન્સ અનુસાર સારવારની સુવિધા પૂરી પાડશે. મુંબઈ એરપોર્ટ પર ઉતરનારા આ તમામ મુસાફરોને એરપોર્ટ દ્વારા ફ્રી વાઈફાઈ સુવિધા, જમવાનું અને પીવાનું પાણી પણ આપવામાં આવશે.
આ પણ વાંચો – ચિંતાના સમાચાર : વિધાનસભા ચૂંટણીઓ પછી 8 રૂપિયા સુધી મોંઘુ થઇ શકે છે પેટ્રોલ – ડીઝલ
આ પણ વાંચો – ‘વિરાટ કોહલી કે રોહિત શર્મા’ને મનપસંદ ક્રિકેટર કહેવા પર ટ્રોલ થઈ આલિયા ભટ્ટ, યુઝર્સે કહ્યું- ‘મતલબ કંઈપણ’
Published On - 7:10 pm, Sat, 26 February 22