Breaking News : મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર સહિત 13 રાજ્યોના રાજ્યપાલોની ફેરબદલ, જુઓ સંપૂર્ણ યાદી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના રાજ્યપાલ બીએસ કોશ્યરીનું રાજીનામું સ્વીકારી લીધું છે. અને રમેશ બૈસને રાજ્યના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Breaking News : મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર સહિત 13 રાજ્યોના રાજ્યપાલોની ફેરબદલ, જુઓ સંપૂર્ણ યાદી
President Draoupadi murmu
| Updated on: Feb 12, 2023 | 10:02 AM

કેન્દ્ર સરકારે 13 રાજ્યોના રાજ્યપાલો અને લેફ્ટનન્ટ ગવર્નરોની ફેરબદલ કરી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. તેમની જગ્યાએ ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બીડી મિશ્રાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે.

તો લદ્દાખના ઉપરાજ્યપાલ રાધા કૃષ્ણ માથુરનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બીડી મિશ્રાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે. ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. પૂર્વ જસ્ટિસ એસ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

 

  • ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા
  • અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બીડી મિશ્રાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા
  • પૂર્વ નાણા રાજ્ય મંત્રી શિવ પ્રતાપ શુક્લા, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા
  • રાજસ્થાનના મજબૂત નેતા ગુલાબચંદ કટારિયા આસામના રાજ્યપાલ બનાવવામાં આવ્યા
  • ભૂતપૂર્વ ન્યાયાધીશ એસ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા
  • બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણને મેઘાલયના રાજ્યપાલ બનાવવામા આવ્યા
  • હિમાચલના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા

 

Published On - 9:46 am, Sun, 12 February 23