Uttarakhandનાં ચમોલીમાં રેસ્ક્યૂ કામગીરી બની મુશ્કેલ, ટનલમાં પાછળના ભાગથી કીચડ પ્રવેશી રહ્યો છે

|

Feb 09, 2021 | 1:36 PM

Uttarakhandના ચમોલીમાં તપોવનની NTPC ટનલમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી સતત ત્રીજા દિવસે પણ યથાવત છે

Uttarakhandના ચમોલીમાં તપોવનની NTPC ટનલમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી સતત ત્રીજા દિવસે પણ યથાવત છે. 2 કિલોમીટર જેટલી લાંબી ટનલમાં પાણીને કારણે મોટા પ્રમાણમાં કાટમાળ જમા થઇ ગયો છે જેને લઇને બચાવકામગીરી મુશ્કેલ બની છે સાથે જ ટનલમાં ઓક્સિજન ન હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર સુરક્ષાકર્મીઓ ટનલમાં 180 મીટર સુધી અંદર પહોંચવામાં સફળ થયા છે પરંતુ હજી 1700 કિલોમીટર જેટલી લાંબી ટનલ બાકી છે અને પાણીના કારણે આખી ટનલમાં મોટા પ્રમાણમાં કાટમાળ જમા થઇ ગયો છે, હમણા સુધી કોઇ વ્યક્તિ સુરક્ષાકર્મીઓને મળ્યો નથી. 180 મીટર પછી આ ટનલ જમણી બાજુ વળે છે અને આગળ જતા તેની પહોંળાઇ પણ ઓછી થતી જાય છે. આ એક સર્વિસ ટનલ છે અને તેની એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ એક જ છે.

આખી રાત્રી દરમિયાન તપોવનમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ હતુ, હાલમાં પણ જેસીબી મશીન દ્વારા ટનલમાંથી કીચડ બહાર કાઢવામાં આવી રહ્યુ છે. લગભગ 100 મીટર સુધી ટનલમાંથી કીચડ બહાર કાઢવામાં આવ્યુ પરંતુ રાત્રે પાછળની તરફથી કીચડ પાછુ આવ્યુ જેને લઇને 30 મીટર સુધી ફરીથી કીચડ ભરાઈ ગયુ એટલે કે ફક્ત 70 મીટર સુધીજ ટનલમાંથી કાટમાળ કાઢી શકાયો છે, કુલ 203 લોકો લાપતા છે, 24 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે. અને આખી રાત આઇ.ટી.બી.પીની ટીમ સ્થળે હાજર હતી અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.

 

Next Video