Ratnagiri Flood Relief: NDRFના 92 જવાનો સાથે બરોડાથી કોલ્હાપુરની ઉડાન ભરતુ An-32 એરક્રાફ્ટ, રાહત બચાવ માટે યુદ્ધનાં ધોરણે કામગીરી

'હર કામ દેશ કે નામ' વાક્યને સમર્પિત ભારતીય વાયુ સેના (IAF) પણ પોતાની સેવા આપી રહ્યું છે.

Ratnagiri Flood Relief: NDRFના 92 જવાનો સાથે બરોડાથી કોલ્હાપુરની ઉડાન ભરતુ An-32 એરક્રાફ્ટ, રાહત બચાવ માટે યુદ્ધનાં ધોરણે કામગીરી
Indian Air Force Ratnagiri Flood Relief
| Edited By: | Updated on: Jul 25, 2021 | 12:53 PM

Indian Air Force Ratnagiri Flood Relief: મહારાષ્ટ્રમાં આ સમયે વરસાદે તાંડવ મચાવ્યું છે. ભારે વરસાદને કારણે મુંબઈ, નાગપુર, કોલ્હાપુર અને નાગપુર સહિત કેટલીય જગ્યાઓમાં ભારે પાણી ભરાયા છે. જેને લઈને જનજીવનને ભારે અસર થઈ છે. NDRFની ટિમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી રહ્યા છે.

Indian Air Force Ratnagiri Flood Relief

‘હર કામ દેશ કે નામ’ વાક્યને સમર્પિત ભારતીય વાયુ સેના (IAF) પણ પોતાની સેવા આપી રહ્યું છે. જેમાં અસરગ્રસ્ત વિસ્તારની એરિયલ રીસીસ માટે અને રત્નાગિરીથી મુંબઇની NDRF ટીમને ડી-ઇન્ડક્શન માટે 2 Mi-17 હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સીએમ મહારાષ્ટ્ર, મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના સર્વેક્ષણ માટે અન્ય એક Mi -17નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: NARMADA : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો, હાલ 115.37 મીટરે પહોચ્યું જળસ્તર

આ પણ વાંચો:  Indian rowers : ભારતની રોઇંગ પુરુષ ડબલ્સની ટીમ સેમિફાઇનલમાં પહોંચી, અર્જુન લાલ અને અરવિંદ પાસે મેડલની આશા

 

Published On - 12:52 pm, Sun, 25 July 21