Raksha Bandhan: બે બહેનોએ નાના ભાઈને આપ્યું જીવન દાન, અડધા-અડધા લીવરનું કર્યું દાન

|

Aug 21, 2021 | 9:59 PM

રક્ષાબંધનના એક દિવસ પહેલા, ભાઈ અને બહેનોના અતૂટ સ્નેહનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. જ્યાં 14 વર્ષનો કિશોર જે લીવર કામ ન કરતું હોવાથી ગંભીર રીતે બીમાર છે. તેને તેની બે મોટી બહેનોએ તેમના અંગોનું દાન કરીને રક્ષાબંધન પર નવું જીવન અર્પણ કર્યું છે.

Raksha Bandhan: બે બહેનોએ નાના ભાઈને આપ્યું જીવન દાન, અડધા-અડધા લીવરનું કર્યું દાન
Two sisters donated half a liver to younger brother

Follow us on

રક્ષાબંધનના એક દિવસ પહેલા, ભાઈ અને બહેનોના અતૂટ સ્નેહનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. જ્યાં 14 વર્ષનો કિશોર જે લીવર કામ ન કરતું હોવાથી ગંભીર રીતે બીમાર છે. તેને તેની બે મોટી બહેનોએ તેમના અંગોનું દાન કરીને રક્ષાબંધન પર નવું જીવન અર્પણ કર્યું છે. ડોક્ટરોએ શનિવારે આ પડકારરૂપ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી વિશે માહિતી આપી હતી.

ઉત્તર પ્રદેશના બડાઉનના રહેવાસી અક્ષતની તાજેતરમાં ગુડગાંવની એક ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવામાં આવી હતી. હોસ્પિટલ સત્તાવાળાઓએ દાવો કર્યો હતો કે બાળકનું આ દેશનું આ પ્રકારનું પ્રથમ લીવર ટ્રાન્સપ્લાન્ટ છે. જેમાં બે લોકોએ અંગોનું દાન કર્યું છે.

રક્ષાબંધનના તહેવારના એક દિવસ પહેલા અક્ષત અને તેની બહેનો નેહા (29) અને પ્રેરણા (22) એ મીડિયા સાથેની વાતચીતમાં પોતાની લાગણીઓ શેર કરી હતી. આ દરમિયાન, મેદાંતા હોસ્પિટલના કેટલાક ડોકટરો પણ હાજર હતા, જ્યાં આ સર્જરી જુલાઈ મહિનામાં કરવામાં આવી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

લગભગ એક મહિના પહેલા દર્દીની હાલત ખુબ ગંભીર હતી

હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દર્દી એક મહિના પહેલા જ જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. લીવર કાર્યરત ન હોવાને કારણે તે ગંભીર રીતે બીમાર હતો અને તેને ગંભીર કમળો થયો હતો. તે પ્રી-કોમા અવસ્થામાં પહોંચી ગયો હતો. દર્દીનું વજન 92 કિલો હોવાને કારણે મામલો વધુ જટિલ બની ગયો હતો. અક્ષતની બે બહેનોનું વજન પ્રમાણમાં ઓછું છે. તેથી તેને બંને બહેનોના અડધા લિવરની જરૂર હતી. હવે અક્ષતનું વજન 65 કિલો છે.

ડોક્ટરોનો દાવો છે કે, તે અને તેની બહેનો સર્જરી બાદ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. લગભગ એક મહિના પછી સામાન્ય જીવન જીવી રહી છે. મેદાંતા લીવર ટ્રાન્સપ્લાન્ટ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અને આ મામલાના મુખ્ય સર્જન ડો અરવિંદર સોઈને જણાવ્યું હતું કે, ગંભીર રીતે બીમાર બાળક પર આ પ્રકારની પ્રથમ સર્જરી માટે, ત્રણેય ભાઈ-બહેનોને ઓપરેશન ટેબલ પર સાથે લઈ જવું એ માત્ર ટીમ માટે જ નહીં, પણ તે સમગ્ર મેડિકલ ટીમ માટે ખૂબ જ મુશ્કેલ હતું.

મહત્વનું છે કે, પોતાના વ્હાલા ભાઈ માટે આ બન્ને બહેનોએ કરલું પોતાના અંગોનું દાન દરેક લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. રક્ષાબંધનના પવિત્ર દિવસે આ બહેનોનો પોતાના ભાઈ પ્રત્યેનો પ્રેમ જાણીને દરેક લોકો આ બહેનોની પ્રશંશા કરી અને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: Devendra jhajharia પેરાલિમ્પિકમાં ભારતના સૌથી મોટા દાવેદાર, પિતા માટે ત્રીજું ગોલ્ડ મેડલ જીતવા માંગે છે

આ પણ વાંચો: Rakshabandhan 2021: જાણો રક્ષાબંધનનું શુભ મુહૂર્ત, આ વર્ષે બની રહ્યા છે વિશેષ યોગ, જાણો કઈ રીતે કરશો ઉજવણી

Next Article