આજે 22 ઓગસ્ટે ભાઇ-બહેનોના પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન છે. આ તહેવાર ભાઇ બહેનના પ્રેમનુ પ્રતિક છે. આજે દેશભરમાં આ તહેવારને ધામધૂમથી મનાવવામાં આવશે. આ વખતે રક્ષાબંધનનો દિવસ રવિવારે આવ્યો હોવાથી કોઇને ઓફિસ જવાનું ટેન્શન નહીં હોય. આ દિવસે બહેન ભાઇના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઇની લાંબી ઉંમરની મનોકામના વ્યક્ત કરે છે.
ભાઇ પોતાની બહેનને આ દિવસે ગિફ્ટ આપે છે. તેવામાં લોકોને મોટાભાગે એ કન્ફ્યુઝન રહે છે કે રક્ષાબંધનના દિવસે બહેનને શુ ગિફ્ટ આપવી. જો તમે પણ ગિફ્ટને લઇને કન્ફ્યુઝ છો તો અમે તમારા માટે કેટલાક ઓપ્શન લઇને આવ્યા છીએ જેને તમે સરળતાથી ખરીદી શકો છો. તો આવો જાણીએ રક્ષાબંધન પર તમે તમારી બહેનને શુ ગિફ્ટ આપી શકો છો.
કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ (Cosmetics Products)
મહિલાઓ અને છોકરીઓને મેકઅપ કરવુ ખૂબ ગમે છે. કોઇ પણ પ્રસંગ હોય તેઓ પોતાના હિસાબથી લાઇટ અથવા તો હેવી મેકઅપ કરે છે. એટલા માટે કોસ્મેટિક પ્રોડ્ક્ટ્સ તેમના માટે યોગ્ય રહેશે. જો તમારી બહેનને હેવી મેકઅપ પસંદ નથી તો તમે તેને ન્યૂડ કલરના પ્રોડ્ક્ટ્સ ગીફ્ટ કરી શકો છો.
ડ્રેસીસ (Dresses)
મહિલાઓ પાસે કેટલા પણ કપડા હોય પરંતુ તેમને હંમેશા તે ઓછા જ લાગે છે. આ એક એવી ગિફ્ટ છે કે જેને કોઇ પણ ઉંમરની મહિલાને આપી શકાય છે. જો તમારી બહેનને ઓનલાઇન શોપિંગ કરવુ ગમે છે તો તમે તેના માટે તેનો મનપસંદ ડ્રેસ પણ ઓનલાઇન ઓર્ડર કરી શકો છો.
જ્વેલરી (Jewelry)
રક્ષાબંધનના ખાસ તહેવાર પર પોતાની બહેનને તમે જ્વેલરી ગિફ્ટ કરી શકો છો. જ્વેલરીની ફેશન ક્યારે જુની થતી નથી. જો તમારી બહેન કોલેજ જઇ રહી છે તો તેને ઇયરિંગ્સ પણ ગિફ્ટ કરી શકો છો. આજકાલ કસ્ટમાઇઝ્ડ જ્વેલરી ઓનલાઇન સ્ટોર્સ પર સરળતાથી મળી રહે છે.
ઘડિયાળ (Watch)
આજકાલ બજારમાં ઘણી બધી સારી ઘડિયાળો મળે છે. વળી રક્ષાબંધન પર તો તેના પર વિવિધ ઓફર્સ પણ ચાલતી હોય છે જેથી તમારુ બજેટ પણ સચવાઇ જશે. સાથે જ આજકાલ સ્માર્ટ વોચનો જમાનો છે તમે તમારી બહેનને સ્માર્ટ વોચ પણ ગિફ્ટ કરી શકો છો.
હેન્ડ બેગ (Hand Bag)
રક્ષાબંધનના ખાસ તહેવાર પર તમે તમારી બહેનને કોઇ હેન્ડ બેગ પણ ગિફ્ટ કરી શકો છો. છોકરીઓને અલગ અલગ પ્રકારની બેગને કૈરી કરવુ ખૂબ પસંદ હોય છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –