વેન્ટિલેટર પર છે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, હાર્ટ અટેક બાદ દિલ્હીની AIIMSમાં કર્યા દાખલ

સૂત્રોનું માનીએ તો, રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) દિલ્હીની AIIMS હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. આ સમયે તેની હાલત અત્યંત નાજુક છે. તમને જણાવી દઈએ કે ગયા દિવસે જિમ દરમિયાન તેને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો.

વેન્ટિલેટર પર છે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, હાર્ટ અટેક બાદ દિલ્હીની AIIMSમાં કર્યા દાખલ
raju shrivastava
| Updated on: Aug 11, 2022 | 10:18 AM

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને (Comedian Raju Srivastava) બુધવારે જિમમાં વર્કઆઉટ દરમિયાન કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. જે બાદ તેમને તુરંત દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવની તબિયત વિશે જાણકારી મળ્યા બાદ તેમના ચાહકો તેમના માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. એવા અહેવાલો છે કે વેન્ટિલેટર સપોર્ટ પર હાસ્ય કલાકારની હાલત ખૂબ જ નાજુક છે. તમને જણાવી દઈએ કે 10 ઓગસ્ટના રોજ દિલ્હીમાં જ એક જીમમાં ટ્રેડમિલ પર દોડતી વખતે તેમને અચાનક એટેક આવ્યો હતો.

હવે તમે વિચારતા જ હશો કે, ખૂબ જ હેન્ડસમ દેખાતા ટીવી સ્ટાર રાજુ શ્રીવાસ્તવને અચાનક હાર્ટ એટેક કેવી રીતે આવ્યો. તમને જણાવી દઈએ કે રાજુ ગઈ કાલે દિવસે જીમમાં ટ્રેડમિલ પર દોડી રહ્યો હતો. જે બાદ અચાનક તેની છાતીમાં તીવ્ર દુખાવો થયો જે તે સહન ન કરી શક્યો. જે બાદ તે જમીન પર પડી ગયો હતો ત્યાર બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ માહિતી તેમના પીઆરઓ દ્વારા શેર કરવામાં આવી હતી.

રાજુ શ્રીવાસ્તવ કાર્ડિયાક કેર યુનિટમાં દાખલ છે

અહેવાલો અનુસાર, રાજુ શ્રીવાસ્તવ એઈમ્સના કાર્ડિયાક કેર યુનિટમાં દાખલ છે, જ્યાં ડોકટરોની ટીમ સારવાર આપી રહી છે. સાથે જ એ વાત પણ સામે આવી છે કે રાજુની એન્જિયોગ્રાફી કરવામાં આવી છે, જેમાં તેના હૃદયના મોટા ભાગમાં 100% બ્લોકેજ જોવા મળ્યું છે. જો કે, કોમેડિયનની ટીમ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

આ લાફ્ટર શોએ ભાગ્ય બદલી નાખ્યું હતું

ટેલિવિઝનના સૌથી પ્રિય હાસ્ય શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જના રાજુ શ્રીવાસ્તવે તેની સ્ટેન્ડ-અપ કોમેડીથી લોકોને દિવાના બનાવ્યા. આ જ શોથી લોકો તેની કોમેડીના ફેન બની ગયા. આ શોમાં તેણે રનર અપનો ખિતાબ જીત્યો હતો. તેઓ કોમેડીના બાદશાહ  (The king of comedy) તરીકે લોકોમાં લોકપ્રિય છે. આ પછી તે બિગ બોસ, નચ બલિયે જેવા ઘણા રિયાલિટી શોનો ભાગ હતા.

Published On - 9:14 am, Thu, 11 August 22