શું રાજસ્થાનના મુખ્યપ્રધાન બન્યા બાબા બાલકનાથ, દિયા કુમારી બન્યા નાયબ મુખ્યપ્રધાન?, ભાજપે ટ્વીટ કરી કર્યો ખુલાસો

ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપે ત્રણેય રાજ્યમાં મુખ્યપ્રધાનના ચહેરાની જાહેરાત વગર જ વિધાનસભાની ચૂંટણીઓ લડી હતી અને તેમાં જીત પણ મેળવી છે. ત્યારે હવે 3 રાજ્યમાં મુખ્યપ્રધાન કોને બનાવવા તેને લઈને ભાજપ હાઈકમાન્ડ અને વડાપ્રધાન નિવાસસ્થાને પણ સતત બેઠકો થઈ રહી છે.

શું રાજસ્થાનના મુખ્યપ્રધાન બન્યા બાબા બાલકનાથ, દિયા કુમારી બન્યા નાયબ મુખ્યપ્રધાન?, ભાજપે ટ્વીટ કરી કર્યો ખુલાસો
| Updated on: Dec 06, 2023 | 7:32 PM

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે પોતાની સરકાર બનાવી લીધી છે. ત્યારે હવે ત્રણેય રાજ્યમાં મુખ્યપ્રધાન કોણ બનશે, તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યુ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપે ત્રણેય રાજ્યમાં મુખ્યપ્રધાનના ચહેરાની જાહેરાત વગર જ વિધાનસભાની ચૂંટણીઓ લડી હતી અને તેમાં જીત પણ મેળવી છે. ત્યારે હવે 3 રાજ્યમાં મુખ્યપ્રધાન કોને બનાવવા તેને લઈને ભાજપ હાઈકમાન્ડ અને વડાપ્રધાન નિવાસસ્થાને પણ સતત બેઠકો થઈ રહી છે.

સોશિયલ મીડિયામાં લેટર થયો વાયરલ!

તેની વચ્ચે સોશિયલ મીડિયા પર રાજસ્થાનમાં કોણ મુખ્યપ્રધાન બનશે અને કોણ નાયબ મુખ્યપ્રધાન બનશે તેનો લેટર વાયરલ કર્યો છે. જેમાં મુખ્યપ્રધાન તરીકે મહંત બાલકનાથ યોગીનું નામ અને નાયબ મુખ્યપ્રધાન તરીકે કિરોડી લાલ મીણા અને દિયા કુમારીના નામ લેટરમાં લખ્યા છે. જો કે આ લેટરને લઈને રાજસ્થાન ભાજપે ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે કે આ લેટર ફેક છે. હજુ સુધી રાજ્યમાં મુખ્યપ્રધાનના ચહેરાની જાહેરાત કરવામાં આવી નથી.

રાજસ્થાન ભાજપે ટ્વીટ કરીને કર્યો ખુલાસો

ઉલ્લેખનીય છે કે ભાજપે રાજસ્થાનમાં 199 સીટમાંથી 115 સીટ પર વિજય મેળવ્યો, જ્યારે કોંગ્રેસને 69 સીટ કબજે કરી છે અને 15 સીટ અન્ય પક્ષોએ મેળવી છે. આ વખતે રાજસ્થાનમાં 5 કરોડથી વધુ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં ભાજપને સૌથી વધારે સીટો મળી છે. તમને જણાવી દઈે કે રાજસ્થાનમાં સાડા ત્રણ દાયકાથી સત્તા પરિવર્તનનો ટ્રેન્ડ યથાવત છે. વર્ષ 2018માં રાજસ્થાનમાં કોંગ્રેસને વિજય મેળવ્યો હતો. જ્યારે આ વખતે જનતાએ ભાજપને શાસન સોંપ્યુ છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરને લઈને મોદી સરકારનો 2026નો પ્લાન, અમિત શાહે સંસદમાં કર્યો મોટો ખુલાસો

 

 દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો