
રાજસ્થાનના ભરતપુર(Bharatpur ) જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા છે. જેમાં ભાજપ સાંસદ રંજીતા કોળી હુમલા કેસની તપાસ પૂર્ણ નથી થઇ ત્યારે ધોળા દિવસે ડોક્ટર દંપતીની ગોળી મારીને હત્યા (Murder) કરવાની ઘટના સામે આવી હતી. આ ઘટના ભરતપુરના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસેના રસ્તા પર ઘટી હતી. આ ઘટના કરાર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મળતી માહિતી મુજબ, બે અજાણ્યા બાઇક સવારોએ રોડ પર જ દિન દહાડે ડોક્ટર દંપતીને ગોળી મારીને હત્યા (Murder) દીધી હતી.
આ ગુનેગારોએ ડો.સુદીપ ગુપ્તા અને પત્ની ડો.સીમાને ગોળી મારી હતી. આ ઘટનામાં તબીબી દંપતી ગંભીર રીતે ઘાયલ થયું હતું. જેમને સારવાર માટે ભરતપુર (Bharatpur ) ની આરબીએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ ડોકટર દંપતીને ઘણા દિવસોથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ગુનેગારોએ ડોક્ટર દંપતીને ખુલ્લેઆમ ગોળી મારી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કલેકટર આરબીએમ હોસ્પિટલ પહોંચ્યા હતા.
બીજી તરફ, ગુરુવારે રાત્રે ભરતપુરથી ભાજપના સાંસદ રંજીતા કોળીના વાહન ઉપર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હોવાની ઘટનાની તપાસ હજુ ચાલુ છે ત્યારે આ બીજી ઘટના સામે આવી છે. પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે સાંસદ કોળીને આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી પરંતુ તે બેભાન થયા હતા. તેમને આરબીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ગુરુવારે મધ્યરાત્રિએ બની હતી જ્યારે સાંસદ જિલ્લાના વૈર વિસ્તારમાં આવેલા કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું નિરીક્ષણ કરવા જઇ રહ્યા હતા. તેમના કહેવા મુજબ, બોરીસણા ગામ નજીક 4-5 લોકો વાહન લઇને ઉભા હતા. તેમણે સાંસદના વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જ્યારે ડ્રાઇવરે વાહન ના રોક્યું ત્યારે આ લોકોએ ઇંટો અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો.
Published On - 10:30 pm, Fri, 28 May 21