લંડનમાં ચીન પર આપેલા નિવેદનથી પલટ્યા રાહુલ ગાંધી, કહ્યું- ચીનને લઈને કોંગ્રેસની નીતિ એકદમ સ્પષ્ટ છે

|

Mar 06, 2023 | 9:44 AM

રાહુલ ગાંધી સાત દિવસના યુકે પ્રવાસે છે. ઈન્ડિયા ઈન્સાઈટ્સ હેઠળ ચર્ચા કરતા તેમણે ફરી એકવાર મોદી સરકારની ટીકા કરી હતી.

લંડનમાં ચીન પર આપેલા નિવેદનથી પલટ્યા રાહુલ ગાંધી, કહ્યું- ચીનને લઈને કોંગ્રેસની નીતિ એકદમ સ્પષ્ટ છે
Rahul Gandhi

Follow us on

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી યુકેના પ્રવાસે છે. તેમણે અહીં ચીન પરના તેમના નિવેદનથી પીછેહઠ કરી. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંબોધન દરમિયાન તેમણે ચીનને શાંતિપ્રિય દેશ ગણાવ્યો હતો. જેનો વીડિયો જાહેર થયાના બે દિવસ બાદ લંડનમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. અહીં રાહુલે કહ્યું કે ભારતે ચીન સાથે સાવધાની રાખવાની જરૂર છે. તે સરહદ પર ખૂબ જ સક્રિય અને આક્રમક છે.

ચીન શાંતિપ્રેમી અને પ્રકૃતિ સાથે જોડાયેલો દેશ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ચીનને શાંતિપ્રેમી અને પ્રકૃતિ સાથે જોડાયેલો દેશ ગણાવ્યો હતો. હવે આ નિવેદન પર રાહુલ ગાંધીનું સ્ટેન્ડ બદલાઈ ગયું છે. લંડનમાં ઈન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશનના ઈન્ડિયા ઈન્સાઈટ્સ પ્રોગ્રામમાં રાહુલ ગાંધીએ કહ્યું- ભારતે ચીનથી સાવધ રહેવાની જરૂર છે. તે સરહદ પર ખૂબ જ સક્રિય અને આક્રમક છે.

રાહુલ ગાંધી સાત દિવસના યુકે પ્રવાસે છે. ઈન્ડિયા ઈન્સાઈટ્સ હેઠળ ચર્ચા કરતા તેમણે ફરી એકવાર મોદી સરકારની ટીકા કરી હતી. રાહુલે કહ્યું- દેશનું અપમાન કરનાર હું નથી, પરંતુ ખુદ પીએમ મોદી છે. છેલ્લી વખત વડાપ્રધાન વિદેશ ગયા હતા અને જાહેર કર્યું હતું કે આઝાદીના 70 વર્ષમાં કંઈ થયું નથી. તેમણે કહ્યું હતું કે આપણે એક દશક ગુમાવ્યું છે, ભારતમાં ભ્રષ્ટાચાર છે. પીએમ મોદી પોતે દેશનું અપમાન કરે છે, પરંતુ મેં આવું ક્યારેય કહ્યું નથી. જ્યારે તેઓ કહે છે કે 70 વર્ષમાં કંઈ થયું નથી, તો શું તે દરેક ભારતીયનું અપમાન નથી?

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ચીનને લઈને કોંગ્રેસ પાર્ટીની નીતિ એકદમ સ્પષ્ટ છે

રાહુલ ગાંધીએ કહ્યું- ચીનને લઈને કોંગ્રેસ પાર્ટીની નીતિ એકદમ સ્પષ્ટ છે. આપણા દેશની જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને કોઈ આક્રમકતા બતાવે તે અમે સ્વીકારતા નથી. ચીને આપણી ભૂમિમાં ઘૂસીને આપણા સૈનિકોને મારી નાખ્યા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને સ્વીકારવાનો ઈન્કાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે ચીન દ્વારા આપવામાં આવેલી ધમકીને આપણે સમયસર સમજવી જોઈએ. આ સાથે, તમારે આ અંગે તમારો પ્રતિભાવ પણ આપવો જોઈએ. મેં આ મામલે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ વાત કરી હતી, પરંતુ તેઓ ચીનની ધમકીને લઈને મારી વાત સમજવા માંગતા નથી.

મારુ પીએમ બનવું ચર્ચાનો વિષય નથી

જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું તેઓ આગામી પીએમ પદના ઉમેદવાર હશે તો રાહુલ ગાંધીએ કહ્યું- મારું પીએમ પદના ઉમેદવાર બનવું એ ચર્ચાનો વિષય નથી. વિપક્ષનું ધ્યાન ભાજપ અને આરએસએસને હરાવવા પર છે. રાહુલે આગળ કહ્યું- ભારતમાં અમે ભાજપ અને આરએસએસ સામે લડી રહ્યા છીએ. બંનેએ દેશની તમામ સરકારી સંસ્થાઓ કબજે કરી લીધી છે.

Next Article