કાર્યકાળના શરુઆતથી રાહુલ ગાંધી લોકસભામાં કેટલી વાર રહ્યા હાજર અને કેટલી વાર ગેરહાજર ? જાણો શું કહે છે રિપોર્ટ

|

Aug 08, 2023 | 12:56 PM

કાર્યકાળના શરુઆતથી રાહુલ ગાંધી અત્યાર સુધી લોકસભામાં કેટલી વખત હાજર રહ્યા છે અને શું કહે છે તેમની લોકસભા હાજરીનો રિપોર્ટ ચાલો જાણીએ.

કાર્યકાળના શરુઆતથી રાહુલ ગાંધી લોકસભામાં કેટલી વાર રહ્યા હાજર અને કેટલી વાર ગેરહાજર ? જાણો શું કહે છે રિપોર્ટ
rahul gandhi attendance in parliament report

Follow us on

Rahul Gandhi On Parliament: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે 137 દિવસ બાદ લોકસભામાં ફરી વાપસી કરતા જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવે આજે લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે રાહુલ ગાંધી ચર્ચા શરૂ કરશે તેમ હતું પરંતુ તેમના સ્થાને ગૌરવ ગોગોઈએ પ્રસ્તાવ મુક્યો અને ચર્ચા શરૂ કરી છે. ત્યારે રાહુલ ગાંધી તેમના કાર્યકાળના શરુઆતથી અત્યાર સુધી લોકસભામાં કેટલી વખત હાજર રહ્યા છે અને શું કહે છે તેમની લોકસભા હાજરીનો રિપોર્ટ ચાલો જાણીએ.

એક વર્ષમાં કેટલી વાર મળે છે પાર્લામેન્ટમાં બેઠક?

કલમ 85ના આધારે સંસદની બે બેઠકો વચ્ચે છ મહિનાથી વધુનું અંતર નથી. તેથી, વર્ષમાં ઓછામાં ઓછી બે બેઠકો હોવી જોઈએ. ભારતીય સંસદીય પરંપરાના આધારે, સંસદની સામાન્ય રીતે એક વર્ષમાં ત્રણ બેઠકો મળે છે, ફેબ્રુઆરી-મેની બેઠકને બજેટ સત્ર, જુલાઈ-સપ્ટેમ્બરની બેઠકને મોનસૂન સત્ર અને નવેમ્બર-ડિસેમ્બરની બેઠકને શિયાળુ સત્ર કહેવામાં આવે છે. ત્યારે હવે મળતી બેઠકોમાં રાહુલ કેટલી વખત હાજર રહ્યા ચાલો સમજીએ.

રાહુલ ગાંધીની લોકસભામાં હાજરી માત્ર 52 %

  • 2014 પ્રથમ સત્ર 67%, શિયાળુ સત્ર 45%, બજેટ સત્ર 81%
  • 2015 શિયાળુ સત્ર 70%, ચોમાસુ સત્ર 53%, બજેટ સત્ર 31%
  • 2016 શિયાળુ સત્ર 57%, ચોમાસુ સત્ર 50%, બજેટ સત્ર P.2 54%, બજેટ સત્ર P.1 63%
  • 2017 શિયાળુ સત્ર 38%, ચોમાસુ સત્ર 58%, બજેટ સત્ર 45%
  • 2018 શિયાળુ સત્ર 38%, ચોમાસુ સત્ર 58%, બજેટ સત્ર 45%
  • 2019 શિયાળુ સત્ર 40%, બજેટ સત્ર 57%
  • 2020 ચોમાસુ સત્ર 0%, બજેટ સત્ર 70%
  • 2021 શિયાળુ સત્ર 83%, ચોમાસુ સત્ર 71%, બજેટ સત્ર 54%,
  • 2022 શિયાળુ સત્ર 0%, ચોમાસુ સત્ર 56%, શિયાળુ સત્ર 2022 0%
  • 2023 શિયાળુ સત્ર 2022 0%

rahul gandhi attendance in parliament

અવિશ્વાસ પ્રસ્તાવ 16 કલાક થશે ચર્ચા

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો સમય જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ ચર્ચાનો સમય પહેલા 12 કલાક ફાળવામાં આવ્યો હતો જે વધારીને  16 કલાક કરી દેવામાં આવ્યો છે. તેમજ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર  PM નરેન્દ્ર મોદી ગુરૂવારે ચર્ચાનો જવાબ આપશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 12:52 pm, Tue, 8 August 23

Next Article