AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી કરાયા સસ્પેન્ડ, જાણો શું છે કારણ

|

Aug 11, 2023 | 3:57 PM

આમ આદમી પાર્ટીના વધુ એક સાંસદ રાઘવ ચઢ્ઢાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢા પર નકલી હસ્તાક્ષર કરવાનો આરોપ હતો, ત્યારબાદ આ મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો હતો.

AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી કરાયા સસ્પેન્ડ, જાણો શું છે કારણ
Raghav Chadha suspended from Rajya Sabha

Follow us on

આમ આદમી પાર્ટીના વધુ એક સાંસદ રાઘવ ચઢ્ઢાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢા પર નકલી હસ્તાક્ષર કરવાનો આરોપ હતો, ત્યારબાદ આ મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે પાંચ રાજ્યસભા સાંસદોના “બનાવટી સહી”ના આરોપોને લઈને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમની સ્પષ્ટતામાં, ચઢ્ઢાએ ભાજપને પડકાર ફેંક્યો કે તેઓ તેમને કાગળનો ટુકડો બતાવે જ્યાં તેઓ નકલી સહી હોવાનો દાવો કરી રહ્યા છે.

રાઘવ ચઢ્ઢા રાજ્ય સભામાંથી સસપેન્ડ

પાંચ સાંસદોએ AAP સાંસદ રાઘવ ચઢ્ઢા પર આરોપ લગાવ્યો હતો કે રાઘવ ચઢ્ઢાએ તેમની સંમતિ વિના પ્રસ્તાવિત પેનલમાં તેમનું નામ જોડી દીધુ હતું. અધ્યક્ષ જગદીપ ધનખડે બુધવારે સાંસદોની ફરિયાદોની તપાસ વિશેષાધિકાર સમિતિને મોકલી હતી. સ્પીકરને ચઢ્ઢા દ્વારા વિશેષાધિકારના ભંગની ફરિયાદો મળી હતી, જેમાં 7 ઓગસ્ટના રોજ એક ઠરાવમાં, અન્ય આરોપો ઉપરાંત, તેમની સંમતિ વિના સાંસદોના નામ, પ્રક્રિયાના નિયમો અને કારોબારના નિયમોનું ઉલ્લંઘન કરવાનો સમાવેશ થાય છે.

ખોટા હસ્તાક્ષરનો આરોપ

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે રાઘવ ચઢ્ઢાએ સિલેક્ટ કમિટીના પ્રસ્તાવમાં સાંસદોના નામ તેમની સંમતિ વિના સામેલ કરીને ગૃહની મર્યાદાનું અપમાન કર્યું છે. સાંસદોના વિશેષાધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. સંસદની બહાર પત્રકાર પરિષદમાં આ વાત કહી હતી. રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી વિશેષાધિકાર સમિતિ તેનો રિપોર્ટ ન આપે ત્યાં સુધી સસ્પેન્શન ચાલુ રહેશે.

Baba Vanga Prediction : HMPV વાયરસ અંગે બાબા વેંગાએ કરી હતી આગાહી ! જાણો
મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે
છુટાછેડાની ચર્ચા વચ્ચે, ધનશ્રી વર્માએ પોસ્ટ શેર કરી, જુઓ ફોટો
IPLના ઈતિહાસમાં આ ટીમોએ સૌથી વધુ કેપ્ટન બદલ્યા
ગ્લેમરસ લાઈફ છોડી,સંન્યાસી બની આ બોલિવુડ અભિનેત્રી જુઓ ફોટો
પાર્સલીનું સેવન હાઈ બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ, વાંચો કેવી રીતે કરવો ઉપયોગ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નિલંબિત સાંસદ સંજય સિંહ પણ ‘હેબુચલ ઓફેંડર’ (સમાન અપરાધી) છે. સંજય સિંહને ચોમાસુ સત્ર સુધી રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. જે દિવસે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે દિવસે પણ તે બહાર ગયા ન હતા જે બાદ કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. ગોયલે કહ્યું કે સંજય સિંહે અફસોસ પણ નથી કર્યો અને પોતાના વર્તનને યોગ્ય ઠેરવતા રહ્યા. ઘણા દિવસો સુધી સંસદ પરિસરમાં બેઠા. સંજય સિંહ સત્રમાં 56 વખત કૂવામાં આવી ચૂક્યા છે. અગાઉ બે વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article