PUNJAB : પુરઝડપે આવેલી કારે બે યુવતીઓને અડફેટે લીધી, જુઓ અકસ્માતનો ચોંકાવનારો વિડીયો

|

Oct 18, 2021 | 4:43 PM

Jalandhar Hit and Run : આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બે યુવતીઓ રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી છે. પુરઝડપે આવી રહેલી કારને નજીક આવતાં જોઈને બંને બે ડગલા પાછી જાય છે, આમ છતાં પુરઝડપે આવેલી આ કારે બંનેને કચડી નાખી છે.

PUNJAB : પુરઝડપે આવેલી કારે બે યુવતીઓને અડફેટે લીધી, જુઓ અકસ્માતનો ચોંકાવનારો વિડીયો
Punjab : Inspector arrested for carjacking two young women in Jalandhar

Follow us on

Punjab : જલંધર ફગવાડા હાઇવે પર ધનોવલી નજીક સોમવારે સવારે પુરઝડપે આવેલી કારે બે યુવતીઓને કચડી નાખી હતી. અકસ્માતમાં એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ નવજોત કૌર તરીકે થઈ છે, જે ધનોવલીની રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે નવજોત કૌર કોસ્મો હ્યુન્ડાઇમાં જોબ કરતી હતી. તે તેની બહેનપણી સાથે પગપાળા જઇ રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારે બંનેને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં નવજોતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે આ ઘટના સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ બની હતી, જેમાં એક સબ ઈન્સ્પેક્ટર ઝડપથી કાર ચલાવી રહ્યો હતો અને ધનોવલી ગેટ પાસે યુવતીઓને કચડી નાખ્યા બાદ ભાગી ગયો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બે યુવતીઓ રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી છે. પુરઝડપે આવી રહેલી કારને નજીક આવતાં જોઈને બંને બે ડગલા પાછી જાય છે, આમ છતાં પુરઝડપે આવેલી આ કારે બંનેને કચડી નાખી છે.આ વીડિયો જોનારા સૌ કોઈ સ્તબ્ધ છે. જો કે આ ઘટનામાં આરોપી ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ મુદ્દે આજે જલંધર ફગવાડા હાઇવે પર ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકોએ કહ્યું કે જ્યાં સુધી આ પોલીસ ઇન્સ્પેક્ટર સામે હત્યાનો કેસ નોંધાય નહીં ત્યાં સુધી આ હાઇવે ખોલવામાં આવશે નહીં. મૃતક યુવતીની માતા તેજેન્દ્રએ જણાવ્યું હતું કે અમારી દીકરી સવારે ઓફીસ જવા માટે નીકળી હતી. તે રસ્તામાં નાવલી ફાટક પાસે રસ્તો ઓળંગી રહી હતી, ત્યારે એક ઝડપી કાર તેને ટક્કર મારીને ભાગી ગઈ અને એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું જ્યારે બીજી ગંભીર રીતે ઘાયલ છે.

તેજેન્દ્ર કૌર સહીત અન્ય મહિલાઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ પોલીસ ઇન્સ્પેક્ટર સામે હત્યાનો કેસ નોંધાય નહીં ત્યાં સુધી હાઇવે ખોલવામાં આવશે નહીં. ઘટનાસ્થળે પહોંચેલા ACP બલવિંદર ઇકબાલ સિંહે કહ્યું કે અમે કારને શોધી કાઢી છે. આ કારના આરોપી ચાલકની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ આરોપી ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :

Next Article