Punjab: અમૃતસરમાં સતત બીજા દિવસે બ્લાસ્ટ, પોલીસ તપાસમાં લાગી, ફોરેન્સિક ટીમને પણ બોલાવાઈ

આ બ્લાસ્ટ સવારે 6.30 વાગ્યે થયો હતો. મળતી માહિતી મુજબ સોમવારે થયેલો આ બ્લાસ્ટ પણ સુવર્ણ મંદિર પાસે જ જણાવવામાં આવી રહ્યો છે. જોકે તેની તીવ્રતા વધારે ન હતી. સતત બીજા દિવસે બ્લાસ્ટના કારણે લોકોમાં ભયનો માહોલ છે.

Punjab: અમૃતસરમાં સતત બીજા દિવસે બ્લાસ્ટ, પોલીસ તપાસમાં લાગી, ફોરેન્સિક ટીમને પણ બોલાવાઈ
Punjab Explosion occurred for the second consecutive day in Amritsar
| Edited By: | Updated on: May 08, 2023 | 10:37 AM

અમૃતસરમાં ફરી એકવાર બ્લાસ્ટ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. તમને જણાવી દઈએ તો હજુ ગઈકાલે જ સુવર્ણ મંદિર નજીક મોડી રાતે મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં કેટલાક લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ આજે ફરી અમૃતસરમાં બ્લાસ્ટના અહેવાલો મળી રહ્યા છે. આ વખતે વિસ્ફોટ હેરિટેજ સ્ટ્રીટની બહાર થયો હતો, જેના પછી પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી છે.

આ બ્લાસ્ટ સવારે 6.30 વાગ્યે થયો હતો. મળતી માહિતી મુજબ સોમવારે થયેલો આ બ્લાસ્ટ પણ સુવર્ણ મંદિર પાસે જ જણાવવામાં આવી રહ્યો છે. જોકે તેની તીવ્રતા વધારે ન હતી. સતત બીજા દિવસે બ્લાસ્ટના કારણે લોકોમાં ભયનો માહોલ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી તપાસ કરવામાં આવી છે.

IED બ્લાસ્ટની આશંકા

તે જ સમયે, પંજાબ પોલીસના સૂત્રોના હવાલાથી શનિવારે મોડી રાત્રે થયેલા વિસ્ફોટને લઈને મોટી માહિતી સામે આવી રહી છે. પોલીસને ઘટનાસ્થળેથી ધાતુના અનેક ટુકડા મળી આવ્યા છે. આવી સ્થિતિમાં પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફરનો ઉપયોગ કરીને ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી) બ્લાસ્ટ થયાની આશંકા જતાવામાં આવી રહી છે.

પંજાબ પોલીસની મોટી બેદરકારી

આ સિવાય સુવર્ણ મંદિરના પાર્કિંગમાં બનેલી રેસ્ટોરન્ટની ચીમનીમાં વિસ્ફોટ થવાની આશંકા છે. આમાં પંજાબ પોલીસની મોટી બેદરકારી પણ સામે આવી છે. રેસ્ટોરન્ટની ચીમનીમાં વિસ્ફોટ થવાથી ધડાકો થયો હોવાનું જણાવતા તાબડતોબ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે સમગ્ર વિસ્તારને સીલ પણ કર્યો ન હતો, ન તો વિસ્તારને કવર કરીને માર્કિંગ કરવામાં આવ્યું હતું કે ન તો વિસ્તારને તાત્કાલિક સીલ કરવામાં આવ્યો હતો. ફોરેન્સિક તપાસ માટે..

બ્લાસ્ટ સ્થળ પર પોલીસકર્મીઓ તેમજ સામાન્ય લોકોની હાજરીને કારણે ફોરેન્સિક ટીમને બ્લાસ્ટમાં વપરાયેલા કેમિકલના સેમ્પલ લેવામાં મુશ્કેલી પડી રહી છે. શનિવારે મોડી રાત્રે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ નજીક બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. જે બાદ આજે સતત બીજા દિવસે બ્લાસ્ટના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસ પણ સતત તપાસમાં લાગી છે. ત્યારે આ ઘટનાને લઈને તે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

Published On - 10:29 am, Mon, 8 May 23