દેશની એક જ હુંકાર, ‘પુલવામાના જવાનોનું લોહી વ્યર્થ નહીં જાય, એક એક ટીપાનો જોરદાર બદલો લેવામાં આવશે’

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આજે બપોરે મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 30થી વધુ જવાનો શહીદ થયા છે. જેના પર કેન્દ્રીય મંત્રીઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેશના શહીદોનું જવાન વ્યર્થ નહીં જાય. દેશના જવાનોના પરિવાર સાથે દેશ ઊભો છે. Attack on CRPF personnel in Pulwama is despicable.I […]

દેશની એક જ હુંકાર, પુલવામાના જવાનોનું લોહી વ્યર્થ નહીં જાય, એક એક ટીપાનો જોરદાર બદલો લેવામાં આવશે
| Edited By: | Updated on: Feb 17, 2019 | 10:00 AM

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આજે બપોરે મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 30થી વધુ જવાનો શહીદ થયા છે. જેના પર કેન્દ્રીય મંત્રીઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેશના શહીદોનું જવાન વ્યર્થ નહીં જાય. દેશના જવાનોના પરિવાર સાથે દેશ ઊભો છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રી અને પૂર્વ સેનાધ્યક્ષ વીકે સિંહે હુંકાર કર્યો છે કે શહીદ જવાનોના લોહીના એક એક ટીપાનો જોરદાર બદલો લેવામાં આવશે. તો કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. વી કે સિંહે આ હુમલાની આકરી નિંદા પણ કરી હતી. હુમલા બાદ બાદ ભારતના અનેક રાજકીય પક્ષો પ્રતિક્રિયા આપી છે

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓને હુમલાનો આકરો જવાબ આપવામાં આવશે. જેટલીએ વધુમાં ઉમેર્યું હતું કે, એવો જવાબ આપવામાં આવશે કે તેઓ યાદ રાખશે.

આ મામલે કેન્દ્રીય રાજ્ય મંત્રી અને પૂર્વ સેનાધ્યક્ષ વીકે સિંહે કહ્યું છે કે, શહીદ જવાનોના એક એક ટીપાનો આકરો બદલો લેવામાં આવશે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે દિલ્હી ખાતે મીટિંગ કરી રહ્યા છે અને તેના પર નજર રાખી રહ્યા છે.

આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે શહીદ પરિવારો માટે દુ:ખ વ્યક્ત કર્યું છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ CRPFના DG આર આર ભટનાગર સાથે પુલવામા હુમલા બાદ વાત કરી હતી અને સમગ્ર ઘટનાનો માહિતી મેળવી હતી.

આ પણ વાંચો : પાકિસ્તાની આતંકીઓએ ભારતમાં ફરી કર્યો ઉરી જેવો હુમલો, પુલવામામાં 2500 જવાનના કાફલાં પર અટેક, હુમલામાં 20 જવાન શહીદ

[yop_poll id=1419]

Published On - 1:52 pm, Thu, 14 February 19