નોંધનીય છે કે સલામતી એજન્સીઓએ ગાઝીને શોધી કાઢવા માટે ઑપરેશન 25 શરુ કર્યુ હતું. આ ઑપરેશન કાશ્મીરના જંગલોમાં એ 25 કિલોમીટર વિસ્તારમાં ચલાવવામાં આવી રહ્યો હતો કે જે આ દાયરામાં સંતાયેલો હતો. સેનાએ ગાઝી અને કામરાન જે ઇમારતમાં છુપાયેલા હતા, તે ઇમારતને બ્લાસ્ટ કરી ઉડાવી દીધી. ગાઝી રશીદ જૈશ એ મોહમ્મદનો ટોચનો કમાંડર છે કે જે IED એક્સપર્ટ ગણાય છે. તે મસૂદ અઝહરના ફત્રીજા વડે ખીણમાં આતંકી હરકતોને અંજામ આપતો હતો. મસૂદના ભત્રીજાને સલામતી દળોએ ઠાર કર્યો હતો. ત્યાર બાદ મસૂદે આનો બદલો લેવાની જવાબદારી અબ્દુલ રશીદ ગાઝીને આપી હતી.
સલામતી દળોને શંકા હતી કે જમ્મુ-શ્રીનગર હાઈવે પર પંપોરથી પુલવામા વચ્ચેના 25 કિલોમીટરના વિસ્તારમાં ગાઝી છુપાયેલો છે. તેને આટલા જ વિસ્તારમાં ઝડપી લેવા માટે ઑપરેશન 25 શરુ કરાયું હતું. ખુફિયા એજન્સીઓના જણાવ્યા મુજબ પુલવામા આતંકી હુમલા સમયે આ અફઘાનિસ્તાની આતંકવાદી ગાઝી પુલવામામાં જ મોજૂદ હતો.
[yop_poll id=1549]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 5:02 am, Mon, 18 February 19