ઈન્ડિયન આર્મીની આ ‘લેલા’એ 10 વર્ષમાં 26 IEDને શોધી કાઢયા અને જવાનોની જીંદગી બચાવી છે

|

Feb 24, 2019 | 11:11 AM

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. તેના રોષ દેશભરના લોકો વ્યકત કરી રહ્યાં છે. ત્યારે શોધખોળ કરનારા કુતરાની પણ ચર્ચા થઈ છે. જે આતંકીઓના પ્લાનિંગને નાકામ કરે છે સાથે જ સેનાના જવાનો માટે રસ્તો પણ સરળ કરે છે. CRPFની અલગ અલગ બટાલિયન માટે કામ કરનારી 8 વર્ષની લેલાએ ઘણી વાર […]

ઈન્ડિયન આર્મીની આ લેલાએ 10 વર્ષમાં 26 IEDને શોધી કાઢયા અને જવાનોની જીંદગી બચાવી છે

Follow us on

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. તેના રોષ દેશભરના લોકો વ્યકત કરી રહ્યાં છે. ત્યારે શોધખોળ કરનારા કુતરાની પણ ચર્ચા થઈ છે. જે આતંકીઓના પ્લાનિંગને નાકામ કરે છે સાથે જ સેનાના જવાનો માટે રસ્તો પણ સરળ કરે છે.

CRPFની અલગ અલગ બટાલિયન માટે કામ કરનારી 8 વર્ષની લેલાએ ઘણી વાર જવાનોની રક્ષા કરી છે અને IEDને શોધવામાં પણ મદદ કરી ને મોટા અકસ્માતોને ટાળ્યા છે. લેલા અત્યારે CRPF બટાલિયન 130 સાથે જોડાયેલ છે. તેની દેખરેખ કરનાર સંદીપ મજાક કરતાં કહે છે કે કાશ્મીરમાં તેની સાથે કોઈ મજનૂ નથી. 8 વર્ષથી લેબ્રાડોર જાતિની લેલા CRPFની ઘણી બટાલિયન માટે તેની સેવા આપી રહી છે. તેમાં બટાલિયન 110,130,90.અને 146 સામેલ છે.

TV9 Gujarati

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

CRPFના એક અધિકારીએ જણવ્યું કે જમીનની અંદર છુપાવેલ IEDને શોધી કાઢવું લેલા માટે મુશ્કેલ નથી. લેલાની સાથે ટ્રેનીંગ લઈ ચૂકેલા કોડી અને રોજર પણ ખુબ જોશીલા છે. આ બધા જ CRPFની બટાલિયન 130ની સાથે જોડાયેલ છે. પુલવામા હુમલા પહેલા એક દાયકામાં આ ત્રણે જમીનની અંદર છુપાવેલ 26 IEDને શોધીને CRPFની મદદ કરી ચૂકયા છે.

આ કુતરાઓને ટ્રેનિંગ કર્ણાટકમાં આપવામાં આવી છે. ત્યારબાદ કાશ્મીર લાવવામાં આવ્યા અને સેનાની સાથે જોડવામાં આવ્યા. આ કુતરા સૌથી પહેલા આખા રૂટ પર ચકાસણી કરે છે, જે રૂટ પર CRPFની ટીમોને મોકલવાની હોય છે. 45થી વધારે કુતરા છે જે NH44 પર લગભગ 135 કિલોમીટરના રૂટને કવર કરે છે. આ કુતરાની વિશેષ ટ્રેનીંગ હોય છે. તેમાં રાહ જોવાથી લઈને, વિસ્ફોટકને શોધવા, સલામ કરવી અને ભસવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમના ખાનપાન પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમના ખાવામાં 4 ઈંડા અને 650 ગ્રામ માંસ રોજ આપવામાં આવે છે.

[yop_poll id=1757]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article