મોદી સરકારના કાર્યકાળમાં થયેલા સૌથી મોટા પાંચ આતંકવાદી હુમલાઓ,જેમાં દેશેના જવાનો અને નાગરિકોએ ગુમાવ્યો છે જીવ

|

Feb 17, 2019 | 9:59 AM

કેન્દ્રમાં મોદી સરકાર સત્તા પર આવી ત્યાર બાદ 14 ફેબ્રુઆરી 2019 ગુરૂવારના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા સૌથી મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં CRPF ના 44 જવાનો શહીદ થયા છે જ્યારે 45 થી વધુ જવાનો હજી પણ સારવાર હેઠળ છે. આ હુમલામાં આતંકવાદીઓ દ્વાર સુરક્ષા જવાનોની બે ગાડી પર […]

મોદી સરકારના કાર્યકાળમાં થયેલા સૌથી મોટા પાંચ આતંકવાદી હુમલાઓ,જેમાં દેશેના જવાનો અને નાગરિકોએ ગુમાવ્યો છે જીવ

Follow us on

કેન્દ્રમાં મોદી સરકાર સત્તા પર આવી ત્યાર બાદ 14 ફેબ્રુઆરી 2019 ગુરૂવારના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા સૌથી મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં CRPF ના 44 જવાનો શહીદ થયા છે જ્યારે 45 થી વધુ જવાનો હજી પણ સારવાર હેઠળ છે.

આ હુમલામાં આતંકવાદીઓ દ્વાર સુરક્ષા જવાનોની બે ગાડી પર નિશાનો બનાવવામાં આવ્યા છે. આ તરફ કેન્દ્રમાં મોદી સરકાર લાંબા સમયથી એવો દાવો કરી રહી છે કે તેના કાર્યકાળમાં આતંકી હુમલા ઓછા થયા છે ત્યારે છેલ્લા 5 વર્ષોમાં ગુરદાસપુર, ઉરી જેવા ઘણાં આતંકવાદી હુમલા દેશમાં થયા છે.  તેના પર એક નજર નાખી જોઇએ.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

ગુરદાસપુર : જુલાઈ -2015માં આતંકીઓએ પહેલાં એક યાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો. જે પછી દીનાનગર પોલીસ સ્ટેશનમાં ઘુસી ત્રણ આતંકવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં 7 લોકોના મોત થયા હતા.

પઠાણકોટ : જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ જાન્યુઆરી 2016માં પઠાણકોટના વાયુસેના બેઝ પર હુમલો કર્યો હતો. જેમાં 3 જવાનો સહિદ થયા હતા. જ્યારે 4 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

કોકરઝાર : ઓગસ્ટ 2016માં અસમના કોકરાઝાર એક હુમલો થયો હતો જેમાં 14 નાગરિકોના મોત થયા હતા. જેને નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો : કોણ છે આદિલ અહેમદ ડાર ?, જેણે દેશના 40થી વધુ જવાનોના ભોગ લીધો

ઉરી: દેશનો સૌથી મોટા સેના સ્થાન પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 19 જેટલાં જવાનો શહીદ થયા હતા. જેમાં 4 આતંકવાદીઓને પર ઠાર કરવામાં આવ્યા હતા. આ હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી.

અમરનાથ : જુલાઈ 2017માં જ્યારે અમરનાથ યાત્રાથી એક બસ પરત ફરી રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો હતો. જેમાં 7 નાગરિકોના મોત થયા હતા.

[yop_poll id=1423]

Published On - 5:42 pm, Thu, 14 February 19

Next Article