VACCINATION મહાભિયાન પહેલા 16 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી(MODI) દેશને કરશે સંબોધિત

|

Jan 15, 2021 | 2:49 PM

દેશભરમાં 16 જાન્યુઆરીથી (16 JANUARY) કોરોના જેવી મહામારી સામે લડવા માટે રસીકરણ  (VACCINATION) જંગની શરૂઆત થવા જઈ રહી છે.

VACCINATION મહાભિયાન પહેલા 16 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી(MODI) દેશને કરશે સંબોધિત
કોરોનાની વેક્સિન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધશે

Follow us on

દેશભરમાં 16 જાન્યુઆરીથી (16 JANUARY) કોરોના જેવી મહામારી સામે લડવા માટે રસીકરણ (VACCINATION) જંગની શરૂઆત થવા જઈ રહી છે. ભારતમાં શનિવાર એટલે કે, 16 જાન્યુઆરીથી (16 JANUARY) રસીકરણ (VACCINATION) અભિયાન શરૂઆત કરતાં પહેલા સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI) દેશને સંબોધિત કરશે.

માનવામાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રને સંબોધિત કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (NARENDRA MODI) 16 જાન્યુઆરીના (16 JANUARY)
રોજ સવારે વિડીયો કોન્ફરસના માધ્યમથી દેશભરમાં કોવિડનું રસીકરણ અભિયાનને લીલીઝંડી આપીને શરૂઆત કરશે. આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હશે.

આ કાર્યક્રમમાં બધા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના 3006 સ્થાન ડિજિટલ માધ્યમથી જોડાશે. બધા જ કેન્દ્ર પર 100 લોકોને રસીકરણ થશે. સરકાર તરફથી કોરોના મહામારી, રસીકરણ અને ડિજિટલ પ્લેટફોર્મ સંબંધિત સવાલના સમાધાન માટે 24*7 કોલ સેન્ટર અને હેલ્પલાઈન 1975 ચાલુ કરી દેવામાં આવી છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

કોરોના (CORONA) રોગચાળા સામે ભારતની લડતમાં અંતિમ હથિયાર સાબિત થનારી રસીકરણ (VACCINATION) અભિયાન નિયત દિવસોને બાદ કરતાં રોજ સવારે 9 થી સાંજ 5 દરમિયાન કરવામાં આવશે. રસીકરણના (VACCINATION) પ્રથમ તબક્કામાં કોરોના રસી દેશના આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન વર્કરોને આપવામાં આવશે. આ બાદ 50 વર્ષથી મોટી ઉંમરના લોકોને આપવામાં આવશે. આ બાદ 50 વર્ષની અંદરના એ લોકોને કોરોનાની(CORONA) રસી આપવામાં આવશે જે લોકો ડાયાબિટીસ, બીપી, હાર્ટ એટેક કિડની જેવી બીમારી ધરાવે છે.

દેશમાં કોરોના વિરુદ્ધ રસિકરણના (VACCINATION) અભિયાનના પહેલા દિવસે એટલે કે, 16 જાન્યુઆરીના (16 JANUARY) દિવસે લગભગ 3 લાખ કર્મચારીઓને 2934 કેન્દ્ર પર રસી આપવામાં આવશે.

છેલ્લા થોડા મહિનામાં વડાપ્રધાન મોદી (MODI) રાષ્ટ્રના નામ પર બીજું સંબોધન કરશે. આ પહેલા ઓકટોબર મહિનામાં વડાપ્રધાન મોદી(MODI) દેશને સંબોધિત કર્યું હતું.

રાજ્યોને સૂચવવામાં આવ્યું છે કે દૈનિક 10% અનામત ડોઝ અને સરેરાશ 100 રસીકરણ ધ્યાનમાં લઈને રસીકરણ (VACCINATION) સત્રો યોજવા. રાજ્યોને પણ ઉતાવળમાં દરેક રસી કેન્દ્ર પર વધુ સંખ્યામાં લોકોને ન બોલાવવા કહેવામાં આવ્યું છે. મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે રસીકરણ (VACCINATION) સત્ર સ્થળો વધારવામાં આવે અને દૈનિક કામગીરી કરવામાં આવે જેથી રસીકરણ (VACCINATION) પ્રક્રિયા સ્થિર થઈ શકે અને સરળતાથી આગળ વધી શકે.

Next Article