પેટ્રોલ-ડિઝલની કિંમતોથી પરેશાન લોકોને વધુ એક ઝાટકો, LPG સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 50 નો તોતિંગ વધારો

|

Feb 15, 2021 | 11:32 AM

ડિઝલ-પેટ્રોલની કિંમતોથી પરેશાન લોકોને સરકારે વધુ એક ઝાટકો આપ્યો છે. સરકારે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 50નો તોતિંગ વધારો કર્યો છે. આ સાથે દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમત રૂપિયા 769 થઈ જશે.

ડિઝલ-પેટ્રોલની કિંમતોથી પરેશાન લોકોને સરકારે વધુ એક ઝાટકો આપ્યો છે. સરકારે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 50નો તોતિંગ વધારો કર્યો છે. આ સાથે દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમત રૂપિયા 769 થઈ જશે. વધી ગયેલી કિંમત રવિવાર મધ્ય રાત્રે 12 વાગ્યાથી જ લાગુ કરી દેવામાં આવી છે. ગેસ-સિલેન્ડરની કિંમત ફેબ્રુઆરીમાં બીજી વખત વધારવામાં આવી છે. આ અગાઉ 4 ફેબ્રુઆરીના રોજ સબસિડીવાળા સિલિન્ડર રૂપિયા 25 મોંઘા થયા હતા. હવે 10 દિવસ બાદ એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ તેની કિંમતમાં વધુ રૂપિયા 50 વધારો કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધી ઘરેલુ સિલેન્ડરની કિંમત રૂપિયા 75 વધી ગઈ છે.

Next Video