ઉજ્જૈનમાં અયોધ્યાનો રેકોર્ડ તોડવાની તૈયારી, શિપ્રા નદીના કિનારે 21 લાખ દીવા પ્રગટાવવામાં આવશે

શિવરાત્રિમાં ઉજ્જૈનમાં વિશ્વ વિક્રમ સર્જાશે. શિપ્રા નદીના ઘાટો પર 21 લાખ દીવા પ્રગટાવીને વિશ્વ વિક્રમ સર્જાશે, હાલ દિપક પ્રગટાવવાનો રેકોર્ડ અયોધ્યાના નામે છે.

ઉજ્જૈનમાં અયોધ્યાનો રેકોર્ડ તોડવાની તૈયારી, શિપ્રા નદીના કિનારે 21 લાખ દીવા પ્રગટાવવામાં આવશે
Ujjain
| Edited By: | Updated on: Feb 11, 2023 | 11:53 AM

શિવરાત્રિ અંતર્ગત 18 ફેબ્રુઆરી મહાશિવરાત્રી પર્વના રોજ ઉજ્જૈન શહેરમાં મોટાપાયે શિવ જ્યોતિ અર્પણમ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શિપ્રા નદીના ઘાટો પર 21 લાખ દીવા પ્રગટાવીને વિશ્વ વિક્રમ સર્જાશે. ઉત્સવની પ્રાથમિક તૈયારીના ભાગરૂપે ફાયર ફાઈટરની મદદથી ઘાટ ધોવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

આ સાથે મહાનગરપાલિકા દ્વારા ઘાટનું માર્કિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યાં દિવા લગાવવામાં આવશે. ઉત્સવ અંતર્ગત જ્યાં જ્યાં દીવા લગાડવામાં આવશે, તેને અલગ-અલગ સેક્ટરમાં વહેંચીને વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે દરેક સેક્ટરમાં માર્કિંગની કામગીરી પૂર્ણ થયા બાદ દિપક લગાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો :મહાશિવરાત્રી 2023: જાણી લો શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાના નિયમ, આવી ભૂલ કરશો તો પૂજા અધૂરી રહેશે

કલેક્ટર વ્યવસ્થા જોવા રામઘાટ પહોંચ્યા

શિવ જ્યોતિ અર્પણ કાર્યક્રમની તૈયારી સંદર્ભે કલેક્ટર કુમાર પુરુષોત્તમે વહીવટી કર્મચારીઓ સાથે શિપ્રા કાંઠાના રામઘાટ અને દત્તાખારા વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સ્માર્ટ સિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને શિવ જ્યોતિ અર્પણ કાર્યક્રમના નોડલ ઓફિસર આશિષ પાઠકે કલેક્ટર કુમાર પુરુષોત્તમને ગત વર્ષે કરાયેલી વ્યવસ્થાઓ અને હાલની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. સ્માર્ટ સિટીના સીઇઓ શ્રી પાઠકે દિપક માટે ઘાટ પર બાંધવામાં આવનાર બ્લોક અને રામઘાટ ખાતે બનાવવામાં આવનાર મુખ્ય મંચ અને અન્ય વ્યવસ્થાઓ વિશે જણાવ્યું હતું.

કલેકટરે આ સૂચના આપી હતી

કલેક્ટર કુમાર પુરૂષોત્તમે સૂચના આપી છે કે મહાનગરપાલિકા દ્વારા શિપ્રાના બંને તરફના ઘાટોને રોશનીથી ઝળહળતી કરવાની વ્યવસ્થા કરવામાં આવે. આ સાથે તેમણે ઘાટના રંગરોગાન માટે પણ કહ્યું છે. શિવ જ્યોતિ અર્પણ કાર્યક્રમ માટે રોકાયેલા સ્વયંસેવકો અને સરકારી કર્મચારીઓની ફરજના આદેશ 13 ફેબ્રુઆરી સુધીમાં જાહેર કરવા પણ કહેવામાં આવ્યું છે.

ગયા વર્ષે 11લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા

ગયા વર્ષે, મહાશિવરાત્રી (1 માર્ચ 2022) ના રોજ શિપ્રા નદીના કિનારે, સૂર્યાસ્ત થતાંની સાથે જ એક સાથે 11 લાખ 71 હજાર 78 દીવાઓ પ્રગટાવીને રેકોર્ડ બનાવ્યો હતો. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે તેને લેમ્પ્સનું સૌથી મોટું પ્રદર્શન (તેલના દીવાઓનું સૌથી મોટું પ્રદર્શન) ગણાવ્યું હતું. વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું પ્રમાણપત્ર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને આપવામાં આવ્યું હતું. આ પછી આતશબાજી સાથે શિપ્રા આરતી કરવામાં આવી હતી.

હાલ અયોધ્યાના નામ પર છે વિશ્વ રેકોર્ડ

હાલમાં, અયોધ્યામાં સૌથી મોટા દીવાઓના પ્રદર્શનનો રેકોર્ડ છે. 23 ઓક્ટોબર 2022ના રોજ એક સાથે 15 લાખ 76 હજાર દીવા પ્રગટાવવાનો રેકોર્ડ હતો. જેના કારણે ઉજ્જૈનમાં બનેલો રેકોર્ડ તૂટી ગયો હતો. હવે ઉજ્જૈનમાં અયોધ્યાનો રેકોર્ડ તોડવાની તૈયારી છે.

21 લાખ દીવાઓથી શહેરની રોશની કરાશે

મહા માસના વદ ચૌદસને શિવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે અને ફાલ્ગુન માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે આવતી શિવરાત્રીને મહાશિવરાત્રી કહેવાય છે. મહાશિવરાત્રી પર મહાકાલ મંદિર અને શહેરમાં અનોખો માહોલ જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હજારો શિવભક્તો 21 લાખ દીવાઓથી શહેરને રોશની કરશે. મહાશિવરાત્રી પર ઘરો અને સંસ્થાઓમાં દીવા પ્રગટાવવામાં આવશે.