GUJARAT કેડરના 1988 બેચના IPS અધિકારી પ્રવીણ સિંહા CBIના ડિરેક્ટર તરીકે નિમણૂક

GUJARAT કેડરના 1988 બેચના IPS અધિકારી પ્રવીણ સિંહાની CBIના ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. તેમની ઋષિકુમાર શુકલાના સ્થાને નિમણૂક થઇ છે

GUJARAT કેડરના 1988 બેચના IPS અધિકારી પ્રવીણ સિંહા CBIના ડિરેક્ટર તરીકે નિમણૂક
| Updated on: Feb 04, 2021 | 12:44 PM

GUJARAT કેડરના 1988 બેચના IPS અધિકારી પ્રવીણ સિંહાની CBIના ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. પ્રવીણ સિંહા 2018થી દિલ્હી ખાતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં અધિક સચિવ તરીકે ડેપ્યુટેશન પર છે. તેમની CBIના ડિરેક્ટર ઋષિકુમાર શુકલાના સ્થાને નિમણૂક થઇ છે. પ્રવીણ સિંહાને 2015માં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર મોકલાયા હતા. તે સમયે તેઓ ગાંધીનગર ખાતે IGP( પીએન્ડએમ) વિભાગમાં ફરજ બજાવતા હતા.

IPS અધિકારી પ્રવીણ સિંહા CBIના ડિરેક્ટર તરીકે નિમણૂક

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2017માં ગુજરાત કેડરના 1994 બેચના IPS અધિકારી મનોજ શશીધરની CBIના જોઇન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ હતી. તેમ જ 2004 બેચના IPS ગગનદીપ ગંભીરની CBIમાં બદલી કરાઈ હતી, જે IPS અધિકારી હાલ બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના કેસની તપાસ કરી રહ્યા છે.

Published On - 12:36 pm, Thu, 4 February 21