કોરોના(Corona) વાયરસએ ભારતમાં હાહાકાર મચાવ્યો છે. દરરોજ કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં યુવાનો પણ સંક્રમિત થઇ રહ્યા છે. કોરોનાના કારણે મૃત્યુદરમાં પણ વધારો થઇ રહ્યો છે. દેશમાં આવેલી કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. પરંતુ આ વચ્ચે એક સારી ખબર સામે આવી છે. યુવા વૃદ્ધો તો કોરોનાને હરાવી રહ્યા છે પરંતુ હાલમાં જ જન્મેલા બાળકે કોરોનાને મ્હાત આપી છે.
8 દિવસનું બાળક કોરોના વાયરસને હરાવીને યોદ્ધાની જેમ પરત ફર્યું છે. 8 દિવસનામાસૂમે 15 દિવસ સુધી હોસ્પિટલમાં કોરોના સામે લડત ચલાવી હતી. આ બાદ તેને કોરોનાને મ્હાત આપી છે. આ મામલો ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલનો છે જ્યાં એક મહિલા ડિલિવરી માટે હોસ્પિટલમાં આવી ત્યારે તે કોરોના નેગેટિવ હતી, પરંતુ ઘરે જતા જ તે કોરોના સંક્રમિત થઇ હતી. મહિલા સંક્રમિત થતા તાજેતરમાં જન્મેલા 8 દિવસના બાળકને પણ ચેપ લાગ્યો હતો. હોસ્પિટલમાં ગયા પછી ડોકટરોએ તેને 15 દિવસ સુધી તેમની દેખરેખ હેઠળ રાખ્યો. હવે તે કોરોના નેગેટિવ છે.
ડોક્ટર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “ડિલિવરી પહેલાં માતા કોરોના નેગેટિવ હતી, ઘરે આવ્યા બાદ તે કોરોના પોઝિટિવ થઈ ગઈ હતી અને તેના 8 દિવસના બાળકને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. અમે 15 દિવસની સારવાર પછી બાળકને ડિસ્ચાર્જ કર્યો હતો. બાળક હવે નેગેટિવ છે.
નોંધનીય છે કે, શુક્રવારે દેશમાં કોરોના વાયરસના કુલ 4,02,351 કેસ નોંધાયા છે. આ સાથે, ભારત અન્ય કોરોનાથી પ્રભાવિત દેશોની પાછળ છોડી ગયું. 22 એપ્રિલથી દેશમાં રોજ કોરોના ચેપના ત્રણ લાખ કેસ નોંધાયા છે. ત્યારબાદ તેણે આ વર્ષે 8 જાન્યુઆરીએ અમેરિકા માં 3,07,516 કેસ પણ છોડી દીધા. હવે આ આંકડો ચાર લાખને પાર પહોંચી ગયો છે.
છેલ્લા ચાર સપ્તાહમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ ગુજરાત, ઝારખંડ, પંજાબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.