
આંધ્રપ્રદેશમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક કૂતરા સામે પોલીસ ફરિયાદ નોંધી છે. ત્યારે આ ફરિયાદનું કારણ જાણીને દરેકને આશ્ચર્ય થઈ જશે. વાસ્તવમાં આ ફરિયાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના પોસ્ટરને ફાડવાને લઈને કરવામાં આવી છે. ઘરની દિવાલ પર લાગેલું પોસ્ટર કૂતરાએ ફાડી નાખ્યું હતું. જે બાદ મહિલાઓના એક જૂથ તરફથી વિજયવાડામાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હકીકતમાં, મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર, આ ફરિયાદ સીએમ જગન રેડ્ડી અને તેમની સરકાર વિરુદ્ધ ટિપ્પણી રૂપમાં કરવામાં આવી છે. દશારી ઉદયશ્રી અને કેટલીક અન્ય મહિલા કાર્યકર્તાઓએ સીએમ જગન રેડ્ડીનું અપમાન કરવા બદલ કૂતરા સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે તેમને મુખ્ય પ્રધાન માટે ઘણું સન્માન છે, ત્યારે આંધ્ર પ્રદેશમાં એક રખડતો કૂતરો તેમનું અપમાન કરી રહ્યો છે.
ત્યારે તેમણે અન્ય કેટલીક મહિલાઓ સાથે માંગ કરી હતી કે મુખ્યમંત્રીનું અપમાન કરવા બદલ કૂતરા અને તેની પાછળના લોકો સામે કાર્યવાહી કરવામાં આવેની માગ કરી રહી છે. ઉદયશ્રીએ સ્થાનિક ટેલિવિઝન ચેનલોને જણાવ્યું હતું કે જગન મોહન રેડ્ડી માટે કાર્યકરોને ખૂબ માન છે, જેમની પાર્ટીએ 151 વિધાનસભા બેઠકો જીતી હતી. તેમણે કહ્યું કે આવા નેતાનું અપમાન કરનાર કૂતરાએ રાજ્યના છ કરોડ લોકોને નુકસાન પહોંચાડ્યું છે.
તેમણે કહ્યું, “અમે પોલીસને વિનંતી કરી છે કે તે આ કૂતરાની ધરપકડ કરે, જેમણે અમારા પ્રિય મુખ્યમંત્રીનું અપમાન કર્યું છે.”
આ પહેલા જગન મોહન રેડ્ડીના ફોટો સાથે અન્ય એક કૂતરો સ્ટીકર ફાડી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. સત્તાધારી YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) દ્વારા ચાલી રહેલા રાજ્યવ્યાપી સર્વેક્ષણના ભાગરૂપે જગન્નાથ મા ભવિષ્યથુ (જગન અન્ના અમારું ભવિષ્ય) ના નારા સાથેનું એક સ્ટીકર ઘર પર ચોંટાડવામાં આવ્યું હતું.
ઉદયશ્રીએ કહ્યું કે કૂતરાએ રાજ્યના છ કરોડ લોકોને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે અમે પોલીસ પાસે કૂતરા અને તેની પાછળના લોકોને પકડવાની માંગ કરી છે, જેમણે અમારા મુખ્યમંત્રીનું અપમાન કર્યું છે. તમને જણાવી દઈએ કે ટીડીપીના ઘણા સમર્થકોએ આ વીડિયો સોશિયલ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં કૂતરો પોસ્ટરને ફાડીને દિવાલ પરથી ખેંચતો જોવા મળે છે.
Published On - 12:03 pm, Fri, 14 April 23