નહેરુજીની ભુલના કારણે બન્યુ PoK,નહીં તો ભારતનો જ હોત ભાગ-અમિત શાહે સંસદમાં કહ્યુ

અમિત શાહે સંસદમાં કહ્યુ કે બે મોટી ભુલ પંડિત જવાહરલાલ નહેરુના કાર્યકાળમાં તેમના લીધેલા નિર્ણયોના કારણે થઇ હતી.જેના કારણે વર્ષો સુધી કાશ્મીરના લોકોએ મુશ્કેલીઓ સહન કરવી પડી.

નહેરુજીની ભુલના કારણે બન્યુ PoK,નહીં તો ભારતનો જ હોત ભાગ-અમિત શાહે સંસદમાં કહ્યુ
| Updated on: Dec 06, 2023 | 4:43 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે સસંદમાં જમ્મુ કાશ્મીરનો મુદ્દા પર વાત કરી. તેમણે સંસદમાં પૂર્વ સ્વર્ગસ્થ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ શેખ અબ્દુલ્લાને લખેલો પત્ર વાંચ્યો હતો. જેને સાંભળીને કોંગ્રેસ ભડકી ગઇ હતી. કોંગ્રેસના નેતાઓએ અમિત શાહના આ પત્ર વાંચ્યા પછી રોષમાં જ વોક આઉટ કર્યુ હતુ.

અમિત શાહે સંસદમાં કહ્યુ કે બે મોટી ભુલ પંડિત જવાહરલાલ નહેરુના કાર્યકાળમાં તેમના લીધેલા નિર્ણયોના કારણે થઇ હતી.જેના કારણે વર્ષો સુધી કાશ્મીરના લોકોએ મુશ્કેલીઓ સહન કરવી પડી. અમિત શાહે જણાવ્યુ કે પહેલી ભુલ તો એ છે કે જ્યારે આપણી સેના જીતી રહી હતી, તે સમયે પંજાબનો વિસ્તાર આવતા જ સીઝ ફાયર કરી દેવામાં આવ્યુ અને પાક ઓક્યુપાઇડ કાશ્મીરનો જન્મ થયો.જો સીઝ ફાયર ત્રણ દિવસ બાદ થયુ હોત, તો POK ભારતનો જ ભાગ હોત. અમિત શાહના આ નિવેદન પર ગૃહમાં હોબાળો થયો, ત્યારબાદ વિપક્ષે લોકસભામાંથી વોકઆઉટ કર્યું.

સાથે જ અમિત શાહે પંડિત નહેરુએ UNમાં ભારતના આ પ્રશ્નને લઇ જવાની વાતને પણ ભુલ ગણાવી.અમિત શાહે સંસદમાં જવાહર નેહરુએ શેખ અબ્દુલ્લાને લખેલો પત્ર વાંચ્યો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ‘ મે ઘણી સાવધાનીથી તમારા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને જોયા છે. મારા વિચાર યુનાઇટેડ નેશનના અનુભવ બાદ હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો છુ કે ત્યાંથી કોઇ સંતોષકારણ પરિણામની આશા નથી.

મને આ (સીઝ ફાયર) યોગ્ય નિર્ણય લાગ્યો.પરંતુ આ નિર્ણયનું યોગ્ય રીતે નિરાકરણ ન કરવામાં આવ્યું.આપણે સીઝફાયર પર યોગ્ય વિચાર કરીને કઇક સારો માર્ગ કાઢી શકતા હતા. મને લાગે છે કે આ ભૂતકાળમાં આપણા દ્વારા કરવામાં આવેલી ભુલ છે.’

27 સપ્ટેમ્બર 1947ના રોજ પંડિત નેહરુએ સરદાર વલ્લભભાઈ પટેલને  મહત્વનો પત્ર લખ્યો હતો. જેમાંથી થોડો અંશ અમિત શાહે સંસદમાં વાંચી સંભળાવ્યો હતો. અમિત શાહે આ સંદર્ભ ક્યાંથી લીધો તે પણ સંસદમાં જણાવ્યુ હતુ.

 દેશભરના સાંભળવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:23 pm, Wed, 6 December 23