
એલપીજી (LPG) ની અછત અંગેની ચિંતાઓને વચ્ચે હવે ઘણા લોકોએ તેમના રસોડામાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) નો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. સરકાર દ્વારા પણ એલપીજી ગ્રાહકોને પીએનજીમાં શિફ્ટ થવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જો તમે પણ તમારા રસોડામાં પીએનજીનો ઉપયોગ કરી રહ્યા છો, તો અન્ય કોઈપણ બળતણની જેમ તેનો સુરક્ષિત ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએનજીના ઉપયોગને લઈને નાની-નાની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે ‘સુરક્ષિત આદતો અપનાવો, સુરક્ષિત પરિવાર બનાવો’ ના મેસેજ સાથે પીએનજી ગ્રાહકો માટે કેટલાક મહત્વપૂર્ણ સુરક્ષા દિશાનિર્દેશો જાહેર કર્યા છે.
रसोई में सुरक्षित रहना उतना ही जरूरी है जितना सुविधा का लाभ लेना।
छोटी-छोटी सावधानियां बड़े जोखिम को टाल सकती हैं।* सुरक्षा होज में किसी भी प्रकार की दरार या ढीलापन दिखे तो तुरंत बदलें
* खाना बनाते समय उचित वेंटिलेशन बनाए रखें
* उपयोग के बाद उपकरण वाल्व को हमेशा बंद रखें… pic.twitter.com/nz638TixOG— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) April 13, 2026
મંત્રાલયના જણાવ્યા અનુસાર, રસોડામાં સુરક્ષાની પ્રથમ કડી ‘સુરક્ષા હોઝ’ (ગેસ પાઈપ) છે. પીએનજીનો ઉપયોગ કરતા ગ્રાહકોએ સમયાંતરે પોતાના ગેસ પાઈપને ચેક કરતા રહેવું જોઈએ. જો પાઈપમાં કોઈપણ પ્રકારની તિરાડ, ઘસારો કે ઢીલાશ જોવા મળે, તો તેને જરા પણ વિલંબ કર્યા વગર તરત જ બદલી નાખવો જોઈએ. એક નાનું લીકેજ પણ મોટા જોખમનું કારણ બની શકે છે, તેથી પાઈપની ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ ન કરવી જોઈએ.
આવી જ રીતે, બંધ રૂમમાં અથવા બારી વગરના રસોડામાં ગેસનો ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે. મંત્રાલયે સ્પષ્ટ સૂચના આપી છે કે, રસોઈ બનાવતી વખતે યોગ્ય વેન્ટિલેશન (હવાની અવરજવર) જાળવી રાખો. રસોડાની બારીઓ અને દરવાજા ખુલ્લા હોવા જોઈએ, જેથી હવાનું સંચરણ જળવાઈ રહે. જો કોઈ કારણસર ગેસનું લીકેજ થાય તો પણ વેન્ટિલેશનના કારણે તે ઘરની અંદર ભેગો થશે નહીં અને મોટી દુર્ઘટનાનું જોખમ ઘટી જશે.
ઘણીવાર સુવિધા ખાતર આપણે ગેસ બર્નર બંધ કરી દઈએ છીએ પણ મુખ્ય વાલ્વ (Appliance Valve) ખુલ્લો છોડી દઈએ છીએ. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઉપયોગ કર્યા પછી વાલ્વને હંમેશા બંધ રાખો. આ એક સરળ પણ અત્યંત અસરકારક આદત છે, જે અજાણતા થતા લીકેજને સંપૂર્ણપણે અટકાવે છે. ખાસ કરીને રાત્રે સૂતા પહેલા અથવા ઘરની બહાર જતી વખતે આ બાબત સુનિશ્ચિત કરવી ખૂબ જ જરૂરી છે.