કૃષિ કાયદા પર PMનું નિવેદન : આધુનિક ખેતી સમયની જરૂરિયાત, ભારતનો ખેડૂત ક્યાં સુધી વંચિત રહેશે

|

Dec 18, 2020 | 5:19 PM

વડાપ્રધાને કહ્યું, મધ્યપ્રદેશના 35 લાખ ખેડૂતોના ખાતામાં 1600 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા છે. સીધા સરકારમાંથી ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થયા છે. આજે કિસાન ક્રેડિટ કાર્ડ મળી રહ્યું છે. જેનાથી ખેડૂતોને ઋણના મામલામાં સરળતા થઇ છે. પ્રધાનમંત્રીએ કહ્યું, આધુનિક ખેતી સમયની જરૂર છે. ભારતનો ખેડૂત ક્યાં સુધી વંચિત રહેશે. ઝડપીથી વિકાસ થતી દુનિયામાં ભારતનો ખેડૂત આધુનિક […]

કૃષિ કાયદા પર PMનું નિવેદન : આધુનિક ખેતી સમયની જરૂરિયાત, ભારતનો ખેડૂત ક્યાં સુધી વંચિત રહેશે

Follow us on

વડાપ્રધાને કહ્યું, મધ્યપ્રદેશના 35 લાખ ખેડૂતોના ખાતામાં 1600 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા છે. સીધા સરકારમાંથી ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થયા છે. આજે કિસાન ક્રેડિટ કાર્ડ મળી રહ્યું છે. જેનાથી ખેડૂતોને ઋણના મામલામાં સરળતા થઇ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, આધુનિક ખેતી સમયની જરૂર છે. ભારતનો ખેડૂત ક્યાં સુધી વંચિત રહેશે. ઝડપીથી વિકાસ થતી દુનિયામાં ભારતનો ખેડૂત આધુનિક રીતથી અસહાય બને તે સ્વીકારી શકાય નહી. જે કામ 25-30 વર્ષ પહેલા થવું જોઈતું હતું તે હવે થઈ રહ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

થોડા દિવસોથી દેશમાં ખેડૂતોના નવા કાયદાની ચર્ચા થઈ રહી છે. આ કૃષિ સુધારા કાયદા રાતોરાત નથી બન્યા. છેલ્લા 20-22 વર્ષથી દરેક સરકારે તેના પર વ્યાપક ચર્ચા કરી છે. મોદીએ કહ્યું, કોંગ્રેસ સરકારે 10 વર્ષમાં એક વખત 50 હજાર કરોડ રૂપિયાના ઋણ માફીની વાત કરી હતી. પરંતુ અમારી સરકાર ખેડૂત સમ્માન યોજનામાં દર વર્ષે 75 હજાર કરોડ આપે છે. અગાઉની

સરકારમાં યુરિયાની પરેશાની થતી હતી. આ લોકોના સમયમાં સબસિડી ખેડૂતોના નામ પર ચડતી હતી. જેના લાભ અન્યને મળતો હતો. અમારી સરકારે ભ્રષ્ટાચાર ખતમ કરવાની સાથે ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કર્યા છે.

આ ઉપરાંત તેમણે કહ્યું, જો કોંગ્રેસ સરકારને ચિંતા હોત તો દેશમાં 100 સિંચાઈ પ્રોજેક્ટ લટકતા ન રાખત. અમારી સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરીને આ યોજનાને પૂરી કરી છે. સરકાર ખેડૂતોનો ખર્ચ ઓછો કરી રહી છે. સસ્તામાં સોલર પંપ આપવામાં આવી રહ્યાં છે.

હું તમામ રાજકીય પક્ષોને કહેવા માંગુ છું કે તમે તમારી ક્રેડિટ તમારી પાસે રાખો. મને ક્રેડિટ જોઈતી નથી. મને ખેડૂતોના જીવનમાં સરળતા જોઈએ, સમૃદ્ધિ જોઈએ. કૃપા કરીને ખેડૂતોને બહેકાવવાનું, તેમને ભ્રમિત કરવાનું છોડી દો.

પીએમે કહ્યું કે જુઠ્ઠાણાની જાળ બિછાવીને તમારી રાજકીય જમીન હડપવાન ખેલ ખેલાઈ રહ્યા છે. ખેડૂતોના ખભે બંદૂક રાખીને વાર થઇ રહ્યાં છે. કિસાનોની વાત કરનારા લોકો કેટલા નિર્દયી છે તેનો મોટો પુરાવો છે સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ. આ લોકો સ્વામીનાથન કમિટીની ભલામણો 8 વર્ષ સુધી દબાવીને બેઠા હતા.

આપણા દેશમાં ખેડૂતો સાથે ગદ્દારીનું મોટું ઉદાહરણ છે કોંગ્રેસ સરકાર દ્વારા કરાયેલી કરજમાફી. 2 વર્ષ પહેલા મધ્યપ્રદેશમાં ચૂંટણી હતી.ત્યારે તો 10 દિવસની અંદર કરજમાફીનું વચન અપાયું હતું. કેટલા ખેડૂતોના કરજ માફ થયા ?

કરજમાફીનો સૌથી મોટો લાભ કોને મળતો હતો ? તેમના નજીકના લોકોને. અમારી સરકારે જે પીએમ કિસાન યોજના શરૂ કરી તેમાં દર વર્ષે ખેડૂતોને લગભગ 75 હજાર કરોડ રૂપિયા મળશે. એટલે કે 10 વર્ષમાં લગભગ સાડા 7 લાખ કરોડ રૂપિયા. ખેડૂતોના બેન્ક ખાતાઓમાં સીધી ટ્રાન્સફર. કોઈ લીકેજ નહીં, કોઈને કોઈ કમિશન નહી.

PM મોદીએ કે હું આજે દેશના ખેડૂતોને યુરિયાની યાદ અપાવીશ. યાદ કરો 7-8 વર્ષ પહેલા યુરિયાની શું હાલત હતી. ખેડૂતોએ યુરિયા માટે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. ખેડૂતો પર લાઠીચાર્જના અહેવાલ આવતા હતા કે નહીં.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતોને સોલર પંપ ખુબ ઓછા ભાવે આપવા અભિયાન ચાલે છે. અમે અન્નદાતાઓને ઉર્જાદાતા બનાવવા ઉપર કામ કરી રહ્યા છે. મત્સ્ય પાલનને પ્રોત્સાહન આપવા માટે સરકાર બ્લ્યુ રિવોલ્યુશન સ્કીમ ચાલી રહી છે. 20 હજાર કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના પણ શરૂ થઇ છે.

પીએમ મોદીએ કહ્યું કે હું વિશ્વાસ સાથે કહું છું કે મે હાલમાં જે કૃષિ સુધાર કર્યા તેમાં અવિશ્વાસનું કારણ જ નથી, જૂઠ્ઠાણા માટે કોઈ જગ્યા જ નથી. સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ લાગુ કરવાનું કામ અમારી સરકારે કર્યું. જો અમારે MSP હટાવવી જ હોત તો સ્વામીનાથનનો રિપોર્ટ શું કામ લાગુ કરત? અમારી સરકાર MSP અંગે એટલી ગંભીર છે કે દર વખતે, વાવણી પહેલા MSPની જાહેરાત કરે છે. જેનાથી ખેડૂતોને પણ સરળતા રહે છે, તેમને પહેલેથી ખબર પડી જાય છે કે આ પાક પર આટલી MSP મળવાની છે.

Published On - 3:58 pm, Fri, 18 December 20

Next Article