PMJJBY Insurance: આ યોજના હેઠળ COVID-19 કે અન્ય રીતે મૃત્યુ થયેલા વ્યક્તિના વારસદારને 2 લાખ રૂપિયા મળશે

|

May 26, 2021 | 1:17 PM

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: તમારા પરીવારના સભ્ય કે કુટુંબીજનને COVID-19 ના કારણે ગુમાવ્યા છે, તો આ વીમા યોજના તમને 2 લાખ રૂપિયાની વીમા રકમ માટે પાત્ર બનાવી શકે છે.

PMJJBY Insurance: આ યોજના હેઠળ COVID-19 કે અન્ય રીતે મૃત્યુ થયેલા વ્યક્તિના વારસદારને 2 લાખ રૂપિયા મળશે
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Follow us on

વર્ષ 2015 માં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) એ એક વર્ષની જીવન વીમા (Life Insurance) યોજના છે, જે કોઈ પણ કારણોસર મૃત્યુ માટે કવરેજ પ્રદાન કરે છે. તેથી જો તમે તમારા પરીવારના સભ્ય કે કુટુંબીજનને COVID-19 ના કારણે ગુમાવ્યા છે, તો આ વીમા યોજના તમને 2 લાખ રૂપિયાની વીમા રકમ માટે પાત્ર બનાવી શકે છે.

યોજનાનો હેતુ
આર્થિક સુરક્ષાના અભાવ હેઠળ જીવન જીવતા મહત્તમ લોકોની સુરક્ષાનો છે.

પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના
1. આ યોજના એક વર્ષના જીવન વીમાની યોજના છે. જે દર વર્ષે રીન્યુ કરાવી શકાય છે.
2. આ યોજનાનો ઉદ્દેશ્ય એ એક પ્રકારની જીવન વીમા પોલીસી છે. જેમાં વીમા ધારકના કોઇ પણ કારણસર થયેલા મૃત્યુ સામે તેના વારસદાર / પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે.
3. આ માટે દરેક ઉપભોક્તાએ રૂ. 330 જેટલું પ્રિમિયમ ભરવાનું રહેશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

યોજના માટે યોગ્યતા
બેંકમાં ખાતુ ધરાવતી હોય એવી 18 થી 50 વર્ષની વ્યક્તિ લાભ લઇ શકે છે. 55 વર્ષ પૂર્ણ કર્યા પહેલાં યોજનામાં જોડાયેલ લોકોને વાર્ષિક પ્રિમિયમ ભરવાના કારણે 55 વર્ષની ઉંમર સુધી વીમા રક્ષણ મળશે.

યોજનાના ફાયદા
સભ્યનું કોઇ પણ કારણસર મૃત્યુ થાય તો તેના વારસદાર / પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે.

કાર્ય પધ્ધતિ
ઉપરોક્ત યોજના નીચે રક્ષણના સમયગાળા માટે 1 લી જુનથી 31 મી મે માટે ગ્રાહકોએ નોંધણી તેમજ ખાતામાંથી આપોઆપ કપાત માટે સંમતિ દર વર્ષે 31 મી મે સુધીમાં આપવાની રહેશે. જે પહેલા વર્ષને લાગુ પડશે નહી.

અમલીકરણ
જાહેર ક્ષેત્રની LIC અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક મારફતે યોજના અમલમાં મૂકવામાં આવી છે.

દાવાની સ્થિતિમાં વીમા ધારક વ્યક્તિના વારસદારએ સંબંધિત બેંક શાખાનો સંપર્ક કરવો પડશે, જ્યાં વીમોદાર વ્યક્તિનું બેંક ખાતું હતું. મૃત્યુનું પ્રમાણપત્ર અને દાવાનું ફોર્મ સબમિટ કરવું જરૂરી છે. દાવાની રકમ વારસદારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Next Article