PM MODIનો વર્કઆઉટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જુઓ Video

|

Jan 02, 2022 | 5:09 PM

પીએમ મોદીએ મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી (Major Dhyan Chand Sports University)નો શિલાન્યાસ કર્યો.

PM MODIનો વર્કઆઉટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જુઓ Video
PM Narendra modi in Meerut

Follow us on

UTTAR PRADESH : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વડાપ્રધાન મોદીના મેરઠ (Meerut)પ્રવાસનો છે. પીએમ મોદીએ મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી (Major Dhyan Chand Sports University)નો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન પીએમ પોતે જિમની મજા લેતા જોવા મળ્યા હતા. આ યુનિવર્સિટી મેરઠના સરધનાનગરના સલવા અને કાલી ગામોને આવરી લેતા વિસ્તારમાં અંદાજે 700 કરોડના ખર્ચે સ્થાપવામાં આવશે.

વડાપ્રધાનનો વર્કઆઉટ વીડિયો થયો વાયરલ
મેરઠના આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહોંચેલા વડાપ્રધાન મોદીએ વ્યાયામશાળા (Gym)ની મુલાકાત લીધી અને પોતે જિમમાં કસરત કરવાનું શરૂ કર્યું. જીમમાં કસરત કરવા ઉપરાંત વડાપ્રધાને જીમના મશીનોનોનું અવલોકન કર્યું હતું. પીએમ મોદીએ અહીં ફિટ ઈન્ડિયા (Fit India)નું ઉદાહરણ રજૂ કર્યું. વડાપ્રધાનનો આ વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

જુઓ આ વિડીયો :

વડાપ્રધાન મોદીનો વીડિયો શેર કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ લખ્યું છે કે, “મજબૂત, સમૃદ્ધ અને સ્વસ્થ ભારતનો પાયો આપણા પ્રતિષ્ઠિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે.” પીએમ મોદીના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ હાજરી આપી હતી.

આ પણ વાંચો : દિવ્યાંગોને વિશ્વસ્તરે કૌશલ્ય બતાવવાની તક, દિવ્યાંગ T10 પ્રીમિયર લીગ સીઝન 2ની જોરશોરથી તૈયારીઓ  

 

Published On - 4:50 pm, Sun, 2 January 22

Next Article