
લોકસભા 2019ની ચૂંટણી માટેના પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. અને યુદ્ધ મેદાનમાં જેવી રીતે ઝંડાઓ ઉતારી લેવામાં આવે તેમ નેતાઓના પોસ્ટરો પણ ઉતારી લેવાયા હશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ટીવીની સ્ક્રિન કંઈક અજબ ચિત્ર પ્રસારીત કરી રહી હતી. એક તરફ PM મોદી તો બીજી સ્ક્રિન પર રાહુલ ગાંધી બેઠા હતા.
પ્રચારના અંતિમ દિવસે ભાજપના કાર્યલાય ખાતેથી અમિત શાહ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં PM મોદી પણ હાજર રહ્યા હતા. તો આ જ સમયે કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રાહુલ ગાંધીએ પણ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પહેલા ભાજપની પત્રકાર પરિષદ વિશે વાત કરીએ તો, અમિત શાહ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ ફરી એક વખત જંગી બહુમતથી એટલે 300 બેઠક સાથે સરકારનું ગઠન કરવા જઈ રહી છે. સાથે 5 વર્ષના કાર્યકાળમાં સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનું પણ તારણ સામે રાખ્યું હતું.
વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે જે લોકો એવું કહી રહ્યા છે કે, તમારે ચૂંટણી પ્રચારનો રેકોર્ડ કાઢીને જોઈ લેવુ જોઈએ કે ભાજપના નેતાઓએ વિકાસની સૌથી વધુ વાત કરી છે. તો બીજી તરફ PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે લોકતંત્ર એ ભારતની સૌથી મોટી તાકાત છે. અને લોકતંત્રની તાકાત વિશે દુનિયાને પણ જાણ થવી જોઈએ.
Role of EC has been biased in this elections, Modi Ji can say whatever he wants to say while we're stopped from saying the same thing.Seems that the elections schedule was made for Modi Ji's campaigning. BJP and Narendra Modi have lots of money while we have truth: @RahulGandhi pic.twitter.com/B0giKjFsYr
— Tv9 Gujarati (@tv9gujarati) May 17, 2019
રાહુલ ગાંધીની પણ પત્રકાર પરિષદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ચાલી રહી હતી. રાહુલ ગાંધીએ પોતાના સંપૂર્ણ નિવેદનમાં કહ્યું કે આ વખતે ચૂંટણીપંચ એકતરફી રહ્યું છે. તેમણે અગાઉ પણ ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.
In last 2 elections, even IPL couldn't be held. When government is strong, IPL, Ramzaan, school exams and others take place peacefully : PM @narendramodi at a press conference in #Delhi pic.twitter.com/HBoC2IWtFd
— Tv9 Gujarati (@tv9gujarati) May 17, 2019
મહત્વની વાત એ પણ છે કે, પ્રધાનમંત્રી તરીકે 5 વર્ષમાં PM મોદીએ પ્રથમ પત્રકાર પરિષદમાં ભાગ લીધો હતો. ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા પત્રકાર પરિષદ બોલાવાઈ હતી. તો તેમની સાથે નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કેPM મોદી પોતે પત્રકાર પરિષદ નથી કરી રહ્યા પણ તેઓ અમિત શાહની સાથે હાજર રહેવાના છે. અને કેટલાક પત્રકારોને હાજર ન રહેવા દેવા માટે દરવાજા પણ બંધ કરી દેવાયા છે.
Published On - 12:38 pm, Fri, 17 May 19