PM નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે કરી શકે છે મહત્વપૂર્ણ બેઠક, આ રહેશે Agenda

|

Jun 19, 2021 | 11:51 AM

ખાનગી સમાચારના અહેવાલ અનુસાર પ્રધાનમંત્રી મોદીની જમ્મુ કાશ્મીરના મોટા નેતાઓ સાથે 24 જૂનના રોજ બેઠક થઇ શકે છે. ચાલો જાણીએ આ બેઠકનો શું હોઈ શકે છે એજેન્ડા.

PM નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે કરી શકે છે મહત્વપૂર્ણ બેઠક, આ રહેશે Agenda
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Follow us on

અહેવાલ અનુસાર PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કેન્દ્ર શાસિત પ્રદેશના તમામ પક્ષોના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી શકે છે. અહેવાલ અનુસાર બેઠકમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા અંગે ચર્ચા થઈ શકે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો પણ આ બેઠકમાં ભાગ લે તેવી સંભાવના છે. સ્વાભાવિક છે કે કાશ્મીરી નેતાઓ સાથેની આ મુલાકાત ઘણી રીતે ખાસ સાબિત થઈ શકે છે.

આ તારીખે થઇ શકે છે બેઠક

અહેવાલમાં જણાવ્યા અનુસાર અધિકારીઓએ કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા, પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી, જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના (જેકેએપી) અલ્તાફ બુખારી અને પીપલ્સ કોન્ફરન્સના વડા સજ્જાદ લોનને બેઠકમાં આમંત્રણ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાનગી સમાચારના અહેવાલ અનુસાર આ બેઠક 24 જૂનના રોજ થઇ શકે છે. ઓગસ્ટ 2019 માં કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાના નાબૂદ બાદ ઉઠેલી ગતિવિધિઓને નાબૂદ કરવાની કેન્દ્રની આ પહેલી પહેલ છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

તમને જણાવી દઈએ કે પીએજીડી જમ્મુ-કાશ્મીરની કેટલીક પાર્ટીઓનું ગઠબંધન છે, જેમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી શામેલ છે. ઓગસ્ટ 2019 માં કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પછી આ ગઠબંધનની રચના કરવામાં આવી હતી.

મહેબૂબા થશે આ બેઠકમાં શામેલ?

જાણવા મળ્યું છે કે જમ્મુ મહબૂબા મુફ્તીને આ બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્ર તરફથી ફોન આવ્યો હતો. મુફ્તી જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી છે. જો કે તેઓ એ કહ્યું છે કે “મેં હજુ નિર્ણય નથી લીધો. હું મારી પાર્ટીને સભ્યો સાથે ચર્ચા કરીને નિર્ણય લઈશ.

તારિગામીને હજુ સુધી બેઠકનું આમંત્રણ નથી

ખાનગી સમાચાર અહેવાલ અનુસાર PAGD ના પ્રવક્તા એમવાય તારિગામીને હજુ સુધી બેઠકનું આમંત્રણ નથી મળ્યું. તેમનું કહેવું છે કે સંદેશ મળતા તેઓ બેઠકમાં ભાગ લેશે. તારિગામીએ કહ્યું કે “અમે કેન્દ્ર સાથે સાર્થક વાતચીત માટે દરવાજા ક્યારેય બંધ નથી કર્યા. પરંતુ મને આ બેઠક વિશે કોઈ માહિતી નથી. જો આવું થાય છે તો તેનું સ્વાગત કરવામાં આવશે.”

રિપોર્ટ થઇ શકે છે રજુ

અહેવાક અનુસાર અહીકારીઓનું કહેવું છે કે સંસદમાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બીલ પસાર થયા પછી, ન્યાયાધીશ આર. દેસાઇની આગેવાની હેઠળ રચાયેલ સીમાંકન પંચ પણ આ બેઠકમાં પોતાનો અહેવાલ રજૂ કરી શકે છે. આપને જણાવી દઇએ કે બુખારી સિવાય જમ્મુ-કાશ્મીરના અન્ય તમામ નેતાઓ રાજ્યના વિશેષ દરજ્જાને રદ કર્યા પછી કસ્ટડીમાં રહી ચૂક્યા છે.

 

આ પણ વાંચો: આ રાજ્યની સરકારે બે ધારાસભ્યોના પુત્રોને આપી દીધી સરકારી નોકરી, મામલો ગરમાયો

Next Article