5G in India: હવે મળશે જબરદસ્ત ઈન્ટરનેટ સ્પીડ, વડાપ્રધાન મોદીએ 5G સેવા કરી લોન્ચ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી દિલ્હીમાં યોજાનારી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું છે. 5Gની મદદથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા ઉપલબ્ધ થશે અને તે માત્ર ઈન્ટરનેટ સ્પીડ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ઓટોમેશનને પણ નવા તબક્કામાં લઈ જશે.

5G in India: હવે મળશે જબરદસ્ત ઈન્ટરનેટ સ્પીડ, વડાપ્રધાન મોદીએ 5G સેવા કરી લોન્ચ
PM Modi 5G launch in India
Image Credit source: ANI
| Updated on: Oct 01, 2022 | 1:28 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે ભારતમાં ઈન્ડિયા મોબાઈલ (IMC 2022) કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન પીએમ મોદી દેશમાં 5જી સેવા (5G Services ) પણ શરૂ કરી છે. 5Gની મદદથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા ઉપલબ્ધ થશે અને તે માત્ર ઈન્ટરનેટ સ્પીડ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ઓટોમેશનને પણ નવા તબક્કામાં લઈ જશે. ભારતીય ટેલિકોમ ઉદ્યોગના બે મોટા દિગ્ગજોએ પહેલેથી જ જાહેરાત કરી છે કે તેઓ આ વર્ષે તેમની 5G સેવા શરૂ કરશે. આ ટેક્નોલોજી મુખ્યત્વે બે મોડ પર આધારિત હશે, જે સ્ટેન્ડઅલોન અને નોન-સ્ટેન્ડઅલોન છે. આવો આજે તમને 5G ટેક્નોલોજી વિશે જણાવીએ.

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC)આજથી દિલ્હીમાં શરૂ થઈ છે અને 4 ઓક્ટોબર સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પસંદગીના શહેરોમાં 5G લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

PM મોદીએ 5G સેવા શરૂ કરી, હવે તમને મળશે જબરદસ્ત ઇન્ટરનેટ સ્પીડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 5જી સેવા શરૂ કરી છે. આ ટેક્નોલોજીના કારણે યુઝર્સને વધુ સારી મજબૂત ઈન્ટરનેટ સ્પીડ મળશે અને હવે લોકોને સ્લો ઈન્ટરનેટ અને બફરિંગ વીડિયોથી મુક્તિ મળશે.

આ શહેરોને સૌથી પહેલા 5G સેવાનો લાભ મળશે

ભારતના 13 શહેરોને સૌથી પહેલા 5G ટેક્નોલોજીની ભેટ મળશે. તેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા શહેરોના નામ સામેલ છે. Jio પહેલા જ જણાવી ચૂક્યું છે કે દિવાળી પહેલા 5G ટેક્નોલોજી દસ્તક આપશે. મુકેશ અંબાણીએ રિલાયન્સની AGMમાં કહ્યું છે કે Jio 5G દિવાળી સુધીમાં દિલ્હી અને અન્ય મેટ્રો સ્ટેશનો પર લોન્ચ થઈ શકે છે.

5G નેટવર્કમાં બે મોડ હશે

5G નેટવર્ક મુખ્યત્વે બે મોડ, સ્ટેન્ડઅલોન અને નોન-સ્ટેન્ડઅલોન હેઠળ ઓફર કરવામાં આવશે. બંને આર્કિટેક્ચરના પોતાના અલગ ફાયદા અને ગેરફાયદા છે. ટેલિકોમ ઓપરેટરો બેમાંથી કોઈ એક માર્ગ પસંદ કરી શકે છે. જિયો દ્વારા સ્ટેન્ડઅલોન મોડ્સ પસંદ કરવામાં આવ્યા છે. 5G નેટવર્ક સાથે સમર્પિત સાધનોની જરૂર પડશે અને તે 4G નેટવર્કની જેમ જ કામ કરી શકે છે. જ્યારે નોન-સ્ટેન્ડઅલોન નેટવર્ક હેઠળ, 5G ફક્ત 4G કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઓફર કરી શકાય છે.

Published On - 10:58 am, Sat, 1 October 22